વડોદરા : શહેરમાં પોલીસે આજે સપાટો બોલાવતા અલગ અલગ જગ્યાએથી બે દારૂની મહેફિલ માંથી કુલ ૨૫ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને નબીરાઓનો સમાવેશ થાય છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં પાંચ વિદ્યાર્થિનીઓનો પણ સમાવેશ થાય છે. શહેરમાં એક ખાનગી મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.
શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં પોલીસે કાર્યવાહી કરીને કુલ ૧૨ વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. જેમાંથી પાંચ વિદ્યાર્થિનીઓ અને સાત વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો વડોદરામાં સુમનદીપ હોસ્ટેલમાં રહી નોકરી અને અભ્યાસ કરતા હતા. આ દારૂની મહેફિલ આમોદરના શ્યામલ કાઊન્ટી સોસાયટી ખાતે યોજાઈ હતી. સોસાયટી રહીશોએ બાતમી આપતા વાઘોડિયા પોલીસે રેડ કરીને પાંચ યુવતીએ અને સાત યુવકોનેઝડપી પાડી રૂમમાંથી ઊંચી બ્રાન્ડના વિદેશી દારુની છ ખાલી બોટલ તેમજ ગ્લાસ જપ્ત કર્યા હતા.
પાદરામાં ૧૩ નબીરાની ધરપકડમેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત પાદરાના ડભાસા ગામમાં એક ફાર્મ હાઉસ પર કરવામાં આવેલા દરોડોમાં ૧૩ ખાનદાની નબીરાઓ ઝડપાયા છે. આ તમામ યુવકો ડભાસા ગામના યુવાનો છે. આ મામલે પાદરા પોલીસે દરોડાં કર્યાં હતાં. ફાર્મ હાઉસમાં દરોડાં દરમિયાન ધરપકડ કરવામાં આવેલા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ પાદરા સરકારી દવાખાનામાં મોડી રાત્રે કરવામાં આવ્યું હતું.