Charotar Sandesh
ગુજરાત

વડોદરા : ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા ચાલુ સંબોધને ઢળી પડ્યા, હાલ તબિયત સારી…

કોઈ અફવા પર ધ્યાન ન આપશો, મુખ્યમંત્રીનું બ્લડ પ્રેસર લો થતા ચક્કર આવી ગયા’તા, ડોક્ટરે સારવાર આપતા હાલ સ્વસ્થ થયા છે…

વડોદરા : ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા ચાલુ સંબોધને ઢળી પડ્યા હતા, હાલ તેઓની તબિયત સારી છે. તેમનું બ્લડ પ્રેસર લો થતા ચક્કર આવી ગયા હોવાનું જાણવા મળે છે.

હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. આ તરફ પ્રચારમાં ઉતરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરામાં એક સભા સંબોધી હતી. તેઓ સંબોધન આપી રહ્યા હતા ત્યારે જ અચાનક ઢળી પડ્યા હતા. હાજર સુરક્ષા કર્મીઓ અને ભાજપ આગેવાનોએ તેમને તુરંત સારવાર માટે ખસેડયા હતા. હાજર ભાજપ આગેવાનોએ જણાવ્યું હતું કે, કોઈ અફવા પર ધ્યાન આપશો નહીં, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપનીનું બ્લડ પ્રેસર લો થતા ચક્કર આવી ગયા હતા, તેઓને ડોક્ટરે સારવાર આપતા હાલ સ્વસ્થ થયા છે. મુખ્યમંત્રીની તબીયત હવે સારી છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે થાક અને તણાવના લીધે મુખ્યમંત્રીનું બ્લડ પ્રેસર લો થયું હોવાની શક્યતા છે. તેઓ સ્ટેજ પર જ ઢાળી પડતા સભા ટૂંકાવી મુખ્યમંત્રી રવાના થયા હતા.

Related posts

‘પટેલ’નું ‘રૂપાળુ બજેટ’ : ગરીબ-ખેડૂત-મધ્યવર્ગલક્ષી ‘અંદાજપત્ર’

Charotar Sandesh

વિધાનસભા પેટા ચૂંટણી પહેલા ૨ હજાર જેટલા કોંગ્રેસી કાર્યકરોએ વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ હેલિકોપ્ટરમાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ શરૂ કર્યું…

Charotar Sandesh