આજકાલ મોટાભાગના લોકો મોબાઈલ ખરીદતા પહેલા તેના ફીચરથી વધારે તેના સેલ્ફી કેમેરા પર વધારે ધ્યાન આપે છે. આજકાલ સેલ્ફી લેવાનો જબરજસ્ત ટ્રેન્ડ લોકોની વચ્ચે જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં લઇને સ્માર્ટફોન બનાવતી કંપનીઓ પણ આ બાબતને ધ્યાનમાં રાખીને માર્કેટમાં નવા ફોન લાગતી રહે છે જેમાં યુઝરને સેલ્ફી નો અનુભવ સારો રહે.
જો તમે પણ સેલ્ફી ક્રેઝી છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. જરૂરીયાત કરતા વધારે સેલ્ફી લેવાની આદત પર હાલમાં થયેલ એક રિસર્ચ તમારા હોશ ઉડાવી દેશે. રિસર્ચમાં વધારે પડતી સેલ્ફી લેવાની આદતને એક પ્રકારનો માનસિક વિકાર બતાવવામાં આવેલ છે.
દ સન રિપોર્ટ અનુસાર સાઈકોલોજીસ્ટ નું કહેવું છે કે, “સેલ્ફિટીસ” એક એવી માનસિક સ્થિતિ છે જે લોકોને વારંવાર સેલ્ફી લેવાનું મન થાય છે અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની પણ ઈચ્છા થાય છે. સેલ્ફિટીસ શબ્દ ૨૦૧૪ માં ખોજમાં આવેલ હતો પરંતુ હજુ પણ તે વિજ્ઞાનની દુનિયાથી દૂર છે.
હાલમાં કરવામાં આવેલ એક અધ્યયનમાં કહેવામાં આવ્યું હતું કે જો દરરોજ ત્રણથી વધારે સેલ્ફી લીધા બાદ પણ તમારું મન ભરાતું નથી તો નિશ્ચિત પણ તમે એક ખાસ પ્રકારની બીમારી અથવા સંક્રમણનો શિકાર થવા તરફ અગ્રેસર છો. આ દાવો લંડનની નોંટીઘમ ટ્રેંટ યુનિવર્સિટિ અને તામિલનાડુની ત્યાગરાજાર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એ પોતાના અધ્યયનમાં કર્યો હતો. શોધકર્તાઓએ રિસર્ચમાં સેલ્ફી સાથે જોડાયેલા ડિસઓર્ડરનું નામ “સેલ્ફાઇટીસ” આપ્યું હતું.
આ વિષય પર શોધ કરવા વાળા નોંટીઘમ ટ્રેંટ યુનિવર્સિટિના માર્ક ગ્રીફિથનું કહેવું છે કે, આ બીમારીની ઓળખ કરવા માટે દુનિયાનો પહેલો ” સેલ્ફાઇટીસ બિહેવ્યર સ્કેલ” તૈયાર કરવામાં આવેલ છે. અનોખા બિહેવ્યર સ્કૂલને ૨૦૦ લોકોના ફોકસ ગ્રુપ અને ૪૦૦ લોકો પર સર્વે કર્યા બાદ બનાવવામાં આવેલ છે.