Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ ટિપ્સ અને કરામત

વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી બચવા માટે આટલું કરીએ…

આણંદ : વર્ષાઋતુમાં વીજળી પડવાને કારણે તથા પાણીના પ્રવાહમાં તણાવાના કારણે માનવ/પશુ મૃત્યુના બનાવ બનવા પામતા હોય છે. ત્‍યારે આકાશીય વીજળીથી બચવા માટે શું કરીએ તો માનવ-પશુ જિંદગી બચી શકે.

આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ જેવાં કે જ્યારે આપણે ઘરની અંદર હોઇએ ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવુ જોઇએ, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરીએ, બારી-બારણા અને છતથી દુર રહીએ,  વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહીએ,  ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહીએ,  આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોઇએ તો ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે જેથી તેનો આશરો લેવાનું ટાળીએ,  આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળીએ અને ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જઇએ,  મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય છે, જયારે  મુસાફરી કરતા હોઇએ તો વાહનમાં જ રહીએ, મજબૂત છતવાળા વાહનમાં રહીએ.

આ ઉપરાંત ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરીએ, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહીએ,  પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહીએ,  પાણીમાં હોઇએ તો બહાર આવી જઇએ, જો આપણા  માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટી થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દઇએ,  કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકી રહી છે  તેમ સમજીને જમીન પર સુવાનું ટાળવું  અથવા તો જમીન પર હાથ અડકે નહીં તેનું ધ્‍યાન રાખીએ.

આકાશીય વીજળીનો ઝટકો લાગે તો વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ (સીપીઆર) આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ. વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦ નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો આપણે ૩૦ સુધી પહોંચતા પહેલા ગાજવીજ સાંભળીએ તો ઘરની અંદર જતા રહેવું જોઇએ,  ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દઇએ. ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીંગ રાખીએ.

આમ, આપણે ચોમાસની  ઋતુમાં જો આટલી જાગૃતિ રાખીશું તો  આપણે આપણાં અને પશુના જીવનને સુરક્ષિત બનાવી શકીશું.

Related posts

હાલની પરિસ્થિતિમાં WHOનો ચીન પ્રત્યેનો સોફ્ટ કોર્નર “કુલડીમાં ગોળ ભાગવા” જેવું વલણ છે…!!

Charotar Sandesh

ટેલિવિઝનના પોપ્યુલર શો Man vs Wildમાં અનોખા અંદાજમાં જોવા મળશે PM મોદી…

Charotar Sandesh

સ્વચ્છ ભારત બાદ વડાપ્રધાન મોદીનું આગામી મિશન… ‘ફિટ ઇન્ડિયા’

Charotar Sandesh