Charotar Sandesh
ગુજરાત

શાર્પશૂટર ઇરફાન કોરોના પોઝીટીવ : ATSના અધિકારીઓ સહિત અનેક ક્વોરન્ટાઈન…

અમદાવાદ : મંગળવારે રાતે પોલીસ ઓપરેશનમાં જે રીતે એટીએસ દ્વારા ઓપરેશન કરીને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલા શાર્પ શૂટર ઇરફાન શેખને ઝડપી લીધો તેનો કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝીટીવ જાહેર થયો છે અને તેના કારણે એટીએસમાં જબરો ફફડાટ સર્જાઈ ગયો છે.

એટીએસ દ્વારા ઇરફાન શેખનો સોલા હોસ્પિટલમાં ટેસ્ટ કરાયો હતો. અને તે પોઝીટીવ જાહેર થયો છે હવે આ ઓપરેશનમાં સામેલ એટીએસના વડા ડીઆઈજી હિમાંશુ શુક્લા અને બે ડીએસપી તથા એક એસપી તથા સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓ કે જે શાર્પ શૂટરને ઝડપવામાં સામેલ હતા તે તમામને હાલ ક્વોરેન્ટાઈન થઇ જવા જણાવાયું છે અને તેમના ટેસ્ટ કરવામાં આવશે.

ત્યારબાદ જ તેઓને ફરી ફરજ પર લેવા માટે નિર્ણય લેવાશે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સમગ્ર ઓપરેશનમાં સોશિયલ ડિસ્ટન્ટ જળવાઈ તેવી કોઇ શક્યતા જ નહોતી અને તેથી એટીએસ દ્વારા આ એક જોખમ લેવામાં આવ્યું હતું અને તેમાં પોલીસ અધિકારીઓ તથા જવાનોને હવે કોરોનાની ચિંતા થઇ છે.

આમ સમગ્ર ઓપરેશનમાં સામેલ અધિકારીઓને હવે જે રીતે ક્વોરેન્ટાઈન થવું પડશે તે અત્યાર સુધીનો સૌથી મોટી સામૂહિક પોલીસ ક્વોરેન્ટાઈન હશે.

Related posts

આણંદમાં ઈવીએમ બગડતાં પોણો કલાક મતદાન અટક્યું

Charotar Sandesh

મોંઘવારીનો ડબલ ડોઝ : પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો, બજેટ ખોરવાયા…

Charotar Sandesh

કોંગ્રેસ દ્વારા “બેરોજગાર અઠવાડીયું” નામના કાર્યક્રમની શરૂઆત કરાઇ…

Charotar Sandesh