Charotar Sandesh
ઈન્ડિયા

સચિને આસામની એક હોસ્પિટલને મેડિકલના સાધનો દાનમાં આપ્યા…

ન્યુ દિલ્હી : દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરે ફરી એક વાર મદદ માટે હાથ લંબાવ્યો છે. સચિને આસામની એક હોસ્પિટલને મેડિકલના સાધનો દાનમાં આપ્યા છે. આ મદદથી વંચિત લોકોના લગભગ ૨ હજાર જેટલા બાળકોને તેનો ફાયદો મળશે.
યુનિસેફના સદ્ભાવના દૂત તેંદુલકરે આસામના કરીમગંજ જિલ્લામાં આવેલી માકુંડા હોસ્પિટલમાં પીઆઈસીયુ અને નવજાત વોર્ડમાં જરૂરી સાધનો આપ્યા છે. આપને જણાવી દઈએ કે, તેંદુલકરની સંસ્થાએ મધ્યપ્રદેશમાં આદિવાસી સમુદાયોમાં પણ પોષણ અને ચિકિત્સા માટે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયમાં સચિને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. માકુંડા હોસ્પિટલના નિષ્ણાંત સર્જન ડો. વિજય આનંદે સચિનની આ મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીના ભાવ ૧૦૦ને પાર : ગૃહપ્રધાન અમિત શાહે બેઠક યોજી…

Charotar Sandesh

ભારતમાં કોરોના કેસનો આંકડો ૭૪,૨૯૨ પર પહોંચ્યો, મૃત્યુઆંક-૨,૪૧૫

Charotar Sandesh

યે આફત કબ રુકેગી : પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો યથાવત્…

Charotar Sandesh