Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

સુરતના અડાજણમાં નશામાં ચૂર કાર ચાલકે સોસાયટીના બે વોચમેનને અડફેટે લીધા…

સુરત : અડાજણ રિવર હાઇટ્‌સ કોમ્પલેક્સમાં નશામાં ચૂર એક કાર ચાલકે સોસાયટીના ગેટને ઉડાવી બે વોચમેન ને અડફેટે લીધા હોવાના ઝ્રઝ્ર્‌ફ સામે આવ્યા છે. કાર ચાલક વકીલ હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ આખી ઘટના બાદ દોડી આવેલી પોલીસ મધરાત્રે વકીલને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ છોડી દીધો હોવાનું પણ સોસાયટીના પ્રમુખ ગજેન્દ્રભાઈએ જણાવ્યું છે. જોકે, આટલી મોટી ઘટના બાદ વકીલ પુત્રના પિતાએ પુત્ર સામે ફોજદારી ન થાય એ માટે તમામ ખર્ચ આપવાની બાંહેધરી આપી સમાધાન પણ કરી દીધું હોવાનું ગજેન્દ્ર ભાઈએ જણાવ્યું છે.

સિક્યુરિટી ગાર્ડ એ જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાત્રે લગભગ ૧૧ વાગ્યાના અરસામાં બની હતી. પ્રસાદ અને બૈજનાથ નામના બે સિક્યુરિટી ગાર્ડ (ઈસા કંપનીના) ફરજ પર તૈનાત હતા. એવામાં મેઈન ગેટના પ્રવેશદ્વાર ઉપરથી એક કાર (ય્ત્ન-૦૫-ત્નદ્ગ-૧૭૮૮)ના ચાલક શનિભાઈ પરમારે મેઈન ગેટને અડફેટે લઈ ફરજ પર તૈનાત બન્ને સિક્યુરિટી ગાર્ડને ઉડાવી કાર સોસાયટીની દીવાલ સાથે અથડાવી દીધી હતી. ઘટનાને લઈ હાજર તમામ સોસાયટીવાસીઓ દોડીને બન્ને સિક્યુરિટી ગાર્ડની મદદે પહોંચી ગયા હતા. ગજેન્દ્ર ભાઈ (સોસાયટીના પ્રમુખ) એ જણાવ્યું હતું કે ઘટના બાદ તપાસ કરતા ખબર પડી હતી કે કાર ચાલક વકીલ શનિભાઈ દારૂના નશામાં હતા.
રાત્રે પોલીસ આવીને શનિભાઈને લઈ ગઈ હતી. ત્યારબાદ મધરાત્રે ૩ વાગે છોડી દીધા હતા. શનિના પિતાએ વોચમેનની સારવારનો ખર્ચ અને જો આરામ કરવા માટે રજા પડે તો એટલા મહિના નો પગાર આપવાની બાંહેધરી આપતા સમાધાન થઈ ગયું હતું. હાલ એક વોચમેન બૈજનાથ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેને પગમાં ફ્રેક્ચર થયું હોય એવું પ્રાથમિક જાણવા મળ્યું છે. જ્યારે પ્રસાદ નામના ગાર્ડને સામાન્ય ઇજા થતાં પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા તમામ હોટલો અત્યારથી હાઉસફુલ…

Charotar Sandesh

ગાંધીના ગુજરાતમાં સુરતમાં ખૂલ્લેઆમ દેશી દારૂનું વેચાણ : વીડિયો વાયરલ

Charotar Sandesh

સુરતના હીરા અને કાપડ માર્કેટમાં કોરોના બ્લાસ્ટ, ૭ દિવસમાં ૧૮૨ લોકો પોઝિટિવ

Charotar Sandesh