Charotar Sandesh
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૪ સપૂતોની યાદમાં અમરજવાન સ્મારક બન્યું…

વીરાધીવીર જવાનશહીદ સ્મૃતિ સ્મારક અમરજવાન ખાતે કળશો અર્પણ થયા…

વર્ગખંડોને ક્રાંતિકારી અને મહાનુભાવોના નામ અપાયા…

સુરેન્દ્રનગર : ઝાલાવાડના ૧૪ સપૂતો શહીદ થતા તેઓની એક સાથે કળશ યાત્રા મહાશિવરાત્રીના રોજ નીકળી હતી. ત્યારબાદ સુરેન્દ્રનગર તાલીમ ભવનમાં વીરાધીવીર જવાન શહીદ સ્મૃતિ સ્મારક અમરજવાન ખાતે કળશો અર્પણ થયા હતા. આ પ્રસંગે તાલીમ ભવનમાં વિવિધ વર્ગ ખંડોને ક્રાંતિકારી અને મહાનુભાવોના નામાકરણ કરાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૪ જેટલા જવાનો શહીદ થયા છે. આથી શહીદનો વતનની માટી કે અસ્થિ ભરીને કળશયાત્રી ગામમાં નીકળી હતી. જેમાં પ્રાથમિક શાળા કે સરકારી ભવનનું નામાકરણ શહીદોના નામ પરથી કરાયું હતું. ત્યારબાદ તમામ ૧૪ કળશોેને જિલ્લામથક સુરેન્દ્રનગર ખાતે લવાયા હતા. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપુરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, ડાયેટના પ્રાચાર્ય સી.ટી.ટુંડીયા, નિયામક જોષીભાઈ સહિતના ઉપસ્થિતિમાં કળશયાત્રા નીકળી હતી. ત્યારબાદ માનસન્માન સાથે કળશો તાલીમ ભવન ખાતે લઈ જવાયા હતા.
આ સ્થળે વીરાધીરવીર જવાન શહીદ સ્મૃૃતિ સ્મારક અમરજવાન બનાવાયું છે. આથી જિલ્લાના નિવૃત્ત ફોજી, એનએસીસી કેડેટો, શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહીને સલામી આપી હતી. જ્યારે રાત્રે લોકડાયરામાં જિજ્ઞેશભાઈ આલ સહિતના કલાકારોને શહિદ, મહાદેવના ગીતો ગાયા હતા.

આ પ્રસંગે તાલીમ ભવનનાં ડાયટેશ્વર મહાદેવની સ્થાપના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરાઈ હતી. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હાસ્યકલાકાર ડૉ. શાહબુદ્દીન રાઠોડ, ડૉ. જગદીશ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ઈશરો પ્રદર્શનમાં સારી કામગીરી કરનાર અનિલભાઈ મકવાણા, ભગીરથસિંહ રાણા વગેરેનું સન્માન કરાયું હતું.

  • ભગીરથસિંહ રાણા, સુરેન્દ્રનગર

Related posts

વડોદરામાં સર્જરીનાં ખોટાં બિલથી ૨.૫૮ લાખનો વીમો પકવવાનો કારસો, થયો પર્દાફાશ…

Charotar Sandesh

સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગરના આકાશમાં તીડ દેખાતા ખેડૂતોમાં વધી ચિંતા…

Charotar Sandesh

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો…

Charotar Sandesh