Charotar Sandesh
ગુજરાત

સ્વચ્છતા સર્વેક્ષણ : સફાઈ બાબતે સુરત દેશના ટોપ-૧૦ શહેરોમાં આવે તેવી સંભાવના…

સુરત : સ્વચ્છતા સર્વેક્ષણમાં સફાઈ બાબતે આગામી ૨૦મી ઓગસ્ટના રોજ પરિણામો જાહેર થઈ શકે છે, જેમાં સુરત દેશના ટોપ-૧૦ શહેરોમાં આવશે. શક્ય છે કે સુરત ટોપ-૩માં પણ આવી જાય. સુરતમાં રીડ્યૂસ અને રીસાઇકલિંગમાં ખૂબ સારું કામ કરાયું હોઈ સ્વચ્છતાના મૂળમાં આ કામગીરી ખૂબ અસરકારક સાબિત થઈ છે. સ્વચ્છતા સર્વેક્ષણ બાબતે સોમવારે દેશના કેટલાક પ્રમુખ શહેરોની વીડિયો કોન્ફરન્સ પણ થઈ હતી.

આના આધાર પર લગભગ એ નક્કી છે કે, ઇન્દોર ફરી નં.૧ બનશે જ્યારે બીજા નંબરે સુરત અને નવી મુંબઈનો સમાવેશ થઈ શકે છે. સુરતમાં ખજોદની સાઇડને ઇકોલોજીકલ સાઇડ બનાવવામાં આવી છે, જે ઘણું સિગ્નિફિકેન્ટ ચેન્જ રહ્યું છે. શહેરમાં કચરાનું ઉત્સર્જન પણ ઘટ્યું છે, કન્ટેનર પણ હટાવી દેવાયા હતા. જે પે એન્ડ યૂઝ છે તે પણ અન્ય શહેરોની સરખામણીએ ખૂબ સારા છે. શહેરને સ્વચ્છ રાખવામાં જેટલો ખર્ચ થાય છે તેટલી જ આવક પણ થાય છે.
ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાલિકા ઇન્ડસ્ટ્રીઝને પાણી તો આપે જ છે પણ તેની સાથે સાથે કમાણી પણ કરે છે. એટલે કે ગંદુ પાણી નદીઓમાં પણ જતું નથી. સ્વચ્છતામાં પાલિકાની જે સિસ્ટમ બનાવવામાં આવી છે તે ખૂબ મહત્વનું ભાગ ભજવે છે. રાત્રિ સફાઈની કામગીરીમાં પણ આરએફઆઇડીનો ઉપયોગ કરવામાં આવે છે. સુરતમાં સ્વચ્છતા બાબતે જે એકતા જોવા મળી છે તે અન્ય કોઈ શહેરમાં નથી. રીડ્યૂસ અને રીસાઇકલ બાબતે શહેરમાં ખૂબ સારું કામ થયું છે.

Related posts

વિજય રૂપાણીના રાજીનામા પાછળ ગુજરાતમાં એન્ટ્રી થનાર ‘આપ’ તો નથીને

Charotar Sandesh

ધો. ૧૨ સા. પ્રવાહનું ૭૬.૨૯% પરિણામઃ ગયા વખત કરતા સુધર્યુ…

Charotar Sandesh

વિજય સુવાડા બાદ હવે આપ નેતા મહેશ સવાણીએ પણ મિડીયાને જાણો શું ચોંકાવનારું નિવેદન આપ્યું

Charotar Sandesh