Charotar Sandesh
ઈન્ડિયા

૬ દિવસ સુધી નહીં ભરી શકો ઇન્કમ ટેક્સ રિટર્ન, આવી રહી છે નવી વેબસાઈટ…

ન્યુ દિલ્હી : આવકવેરા વિભાગની વેબસાઈટ ૧થી ૬ જૂન સુધી બંધ રહેશે જેથી આવકવેરો ભરવા માંગતા લોકો પોતાનું રિટર્ન દાખલ નહીં કરી શકે. આવકવેરા વિભાગ ૭ જૂનના રોજ રિટર્ન ફાઈલ કરવા માટે નવી વેબસાઈટ લોન્ચ કરશે. આવકવેરા વિભાગે રવિવારે જણાવ્યું કે, કેટલાક ટેક્નિકલ ફેરફાર સાથે રિટર્ન ફાઈલ કરવા માટેની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી રહી છે. આ કારણે વર્તમાન વેબસાઈટ ૈહર્ષ્ઠદ્બીંટ્ઠટૈહઙ્ઘૈટ્ઠીકૈઙ્મૈહખ્ત.ર્ખ્તદૃ.ૈહને ૧ જૂનથી ૬ દિવસ માટે બંધ કરવામાં આવશે.
આગામી ૭ જૂન, ૨૦૨૧થી સક્રિય થઈ જશે. આવકવેરા વિભાગે ટ્‌વીટમાં લખ્યું હતું કે, નવી વેબસાઈટ કરદાતાઓ માટે વધુ સુવિધાજનક રહેશે. તેમાં અનેક નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. જૂનુ પોર્ટલ આવકવેરા વિભાગના અધિકારીઓ માટે પણ બંધ રહેશે અને નવું પોર્ટલ ચાલુ થયાના ૩ દિવસ બાદ એટલે કે ૧૦ જૂનથી તેઓ આવકવેરા કેસની સુનાવણી કરી શકશે.
વિભાગે જણાવ્યું કે, નવા પોર્ટલ પર કરદાતાઓને પહેલેથી ભરેલા રિટર્ન ફોર્મ મળશે. સાથે જ કર અધિકારીઓ તેના દ્વારા નોટિસ અને સમન મોકલવા સાથે કરદાતાઓના સવાલના જવાબ પણ આપી શકશે. નાણાં મંત્રાલયે ૨૦૨૦-૨૧ માટે રિટર્ન ફાઈલ કરવાની અવધિ લંબાવીને ૩૦ સપ્ટેમ્બર કરી દીધી છે.

Related posts

મુંબઇમાં મેટ્રો પ્રોજેક્ટ માટે ૨૭૦૦ વૃક્ષોનો સત્યનાશ કરાયો… સમગ્ર વિવાદ રાજકીય રંગે રંગાયો…

Charotar Sandesh

બેન્ક, વીમા સહિતના સંગઠનોનું 8મી જાન્યુઆરીએ હડતાલનું એલાન…

Charotar Sandesh

ઉમરેઠમાં 65.43% મતદાન થયું

Charotar Sandesh