Charotar Sandesh
ગુજરાત

અંબાજી દર્શને જતા પરિવારની કારમાં આગઃ બે કિશોરી અને વૃદ્ધા થયા ભડથું…

ખેરાલુ : આજે અંબાજી દર્શન કરવા જઈ રહેલા અમદાવાદના એક પરિવારની કારનો ખેરાલુ પાસે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગની લપેટમાં આવેલી કારમાં સવાર બે કિશોરી અને એક વૃદ્ધા ભડથું થઈ ગયાં હતાં. જોકે કારમાં દંપતીનો બચાવ થયો હતો, પરંતુ તેઓ અકસ્માતને કારણે આગથી દાઝી ગયાં હતાં. તેમને ખેરાલુની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે અકસ્માતને કારણે ૩ વ્યક્તિ ભડથું થતાં તેને થેલી અને કપડાંમાં ઢાંકીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.

અમદાવાદ રહેતા અને મૂળ વડનગરના કરબટિયા ગામના પટેલ પરિવારે આજે વહેલી સવારે અંબાજી દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે અગમ્ય કારણોસર જીજે૦૧કેઆર૧૫૩૧ નંબરની સીએનજી કિટવાળી કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. કાર ઝાડને અથડાયા બાદ એકાએક કારમાં આગ ફાટી નીકળી હતી, જેમાં કરબટિયા ગામના પટેલ પરિવારની બે દીકરી અને તેમનાં દાદી બળીને ભડથું થઈ ગયાં હતાં. પરિવાર અંબાજી દર્શને જતો હોવાનું લોકો કહી રહ્યા છે. અકસ્માત બાદ પોલીસને ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને કંટ્રોલ કરવો પડ્યો હતો.

આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે અંદર સવાર દાદી અને બે પૌત્રી બળી જવાથી તેમનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. કચ્છથી હિંમતનગર જઈ રહેલા મધ્યપ્રદેશના મજૂરો ભરેલા પિક-અપ ડાલાને ૧૨મી ફેબ્રુઆરીની મોડી રાતે ૨ વાગે ખેરાલુના મલેકપુર નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં બે મહિલા, એક બાળક સહિત ૬ લોકોનાં મોત થયાં હતાં, જેમાં એક દંપતી હતું. જ્યારે ૭ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ડાલુ હાઇવે પર પડેલા ખાડામાં પટકાયા બાદ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ૩૦ મીટર દૂર વૃક્ષ સાથે અથડાયું હતું, જેમાં ડાલામાં ઉપર બેઠેલા ૧૫ મજૂરોને માથાંમાં વૃક્ષનાં ડાળાં વાગતાં નીચે પટકાયા હતા.

Related posts

પોલીસ ચેકિંગ દરમિયાન નંબર પ્લેટમાં ભાજપા લખેલી મર્સિડીઝમાંથી દારૂ ઝડપાયો…

Charotar Sandesh

યુવાધનને પ્રતિબંધિત ઇ-સિગારેટના રવાડે ચઢાવતા ટોબેકો વેપારીની ધરપકડ…

Charotar Sandesh

વડોદરામાં જલ-સે-નલ યોજના અંતર્ગત ગેરકાયદે કનેક્શનની સામે માત્ર ૮૩૪ અરજીઓ આવી…

Charotar Sandesh