Charotar Sandesh
બોલિવૂડ

અક્ષય કુમારની ફિલ્મ ‘બેલબોટમ’ની તારીખ જાહેર, ૨૭ જુલાઈએ સિનેમાઘરોમાં થશે રિલીઝ…

મુંબઈ : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આજકાલ પોતાની ફિલ્મ બેલબોટમને લઈને ચર્ચામાં છે. અભિનેતાના ચાહકો પણ તેની આવનારી ફિલ્મને લઈને ખુબ જ ઉત્સુક છે. ત્યારે આજે આ અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમને લઈને એક મોટી જાણકારી મળી રહી છે. ફિલ્મના નિર્માતાએ બેલબોટમની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ ૨૭ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
આ વાતની જાણકારી જૈકી ભગનાની અને અક્ષય કુમારે પોતાના ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આપી હતી. જૈકી ભગનાનીએ ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરી લખ્યુ છે કે, આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે પૂર્ણ થઈ. અમે તમે દરેકને એક સિનેમાઈ અનુભવનો વાદો કર્યો હતો અને તમને તે મળશે. દૂનિયાભરના સિનેમાઘરોમાં ૨૭ જૂલાઈએ આવી રહી છે બેલબોટમ. આ પહેલા આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના મહામારીની બીજી લહેરના પગલે સેનિમાઘરો પર તાળા લાગી ગયા હતા. જેના પગલે અન્ય મોટી ફિલ્મની જેમ આ ફિલ્મની રિલીઝ ડેટ પણ પાછી ઠેલવવામાં આવી હતી.
ફિલ્મની રિલીઝ તારીખની સાથે નિર્માતાએ તેને વર્લ્‌ડ વાઈડ સિનેમાઘરોમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ વાસુ ભગનાનીએ પ્રોડ્યુસ કરી છે. બેલબોટમ પીરિયડ્‌સ સ્પાઈ થ્રિલર ફિલ્મ છે અને તેની કહાની ૮૦ના દશક ઉપર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર એક સિક્રેટ એજેન્ટની ભૂમિકામાં નજરે પડશે. અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મમાં વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરૈશી પણ મુખ્ય ભૂમિકામાં છે.
અક્ષય કુમારે ’બેલબોટમ’ માટે પોતાની ફીમાં ૩૦ કરોડનો ઘટાડો કર્યો છે. અક્ષય કુમારે ’બેલબોટમ’ માટે ફીમાં ઘટાડો કર્યાની વાતને નકારી દીધી હતી અને આ તમામ દાવોને ખોટા સાબિત કર્યા હતા. અક્ષય કુમારે ટિ્‌વટ કરીને નારાજગી વ્યક્ત કરતા લખ્યુ, સવારે ઉઠતા જ આવા ખોટા સમાચારો સામે આવે છે તો એવું લાગે છે કે.. આ સાથે તેમણે ઈમોજી પણ પોસ્ટ કર્યા છે.

Related posts

સૌથી ખૂંખાર આતંકીને કઇ રીતે પકડશે અર્જૂન, જુઓ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’નું ટ્રેલર

Charotar Sandesh

ચાહકોની ડિમાન્ડની વચ્ચે દૂરદર્શન પર ’ઉત્તર રામાયણ’ થશે શરુ…

Charotar Sandesh

‘સ્ટ્રીટ ડાન્સર ૩ડી’ બોક્સ-ઓફિસ પર ‘પંગા’ લેશે…

Charotar Sandesh