Charotar Sandesh
બોલિવૂડ

અક્ષય સ્ટારર બચ્ચન પાંડે આગળના વર્ષે ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રીલિઝ થશે…

મુંબઈ : બોલિવૂડ સુપર સ્ટાર અક્ષય કુમારે આ અઠવાડિયાના અંતે ફેન્સને ખુબ સરસ ખુશખબરી આપી છે. કેટલાક સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર પોતાની આવનારી ફિલ્મ બચ્ચન પાંડેની રીલિઝ ડેટનું એલાન કર્યું છે અને ફેન્સને સરપ્રાઈઝ આપી છે. પરંતુ આ વખતે તારીખ કરતાં વધારે અક્ષયના લૂકની ચર્ચા કરવામાં આી રહી છે.
અક્ષય કુમાર સ્ટારર બચ્ચન પાંડે આગળના વર્ષે ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રીલિઝ થશે. અક્ષયે ઈન્સ્ટા પર આ પોસ્ટ કરીને તારીખની પુષ્ટિ કરી છે. તેણે ફિલ્મનો એક ખતરનાક લૂક શેર કર્યો છે અને પોસ્ટ કરી છે. આ પોસ્ટ હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે અને ૧૭ લાખ કરતાં પણ વધારે લાઈક્સ મળી ચૂકી છે. આ તસવીરમાં અક્ષય કુમાર દાઢી, ચંકી ચેન અને નકલી આંખો સાથે એક અલગ જ કેરેક્ટરમાં જોવા મળી રહ્યો છે. તેણે આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે એનો એક જ લૂક કાફી છે, બચ્ચન પાંડે ૨૬ જાન્યુઆરી ૨૦૨૨એ રિલીઝ થશે. કૃતિ સેનન અને જેક્લીન સાથે અક્ષયે જેસલમેરમાં બુધવારે આ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું બહતું. માર્ચ સુધી શુટિંગ શરૂ જ રહેશે.

Related posts

કેજીએફ ચેપ્ટર ૨ ટીઝર : કર્ણાટક સ્ટેટ એન્ટી-ટોબેકો સેલે સ્મોકિંગ સીન માટે આપી નોટિસ…

Charotar Sandesh

રણવીર સિંહ-રણબીર કપૂર બંન્ને ટેલેન્ટેડ છે તેથી એકનું નામ લેવું મુશ્કેલ : યામી ગૌતમ

Charotar Sandesh

કિયારા અડવાણીએ મુરાદ ખેતાનીની ફિલ્મ ’અપૂર્વા’માં કામ કરવાનો કર્યો ઇનકાર…

Charotar Sandesh