Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

અડાસ નજીક સહકાર હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ આઈસરમાંથી ૮.૭૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો…

વાસદ પોલીસે કુલ રૂ. ૧૩.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમની ધરપકડ કરી…

આણંદ : વાસદ પોલીસે મળેલ બાતમી હકીકત આધારે ને.હા.નં. ૪૮ અડાસ હાઈવે રોડ ઉપર આવેલ સહકાર હોટલના કમ્પાઉન્ડમાંથી એક આઈસરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ૮.૭૮ લાખનો જથ્થો ઝડપી પાડી એકની ધરપકડ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાસદ પો.સ્ટે.ના આ.પો.કો. રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ને બાતમી મળેલ જે આધારે વાસદના પોસઈ પી.જે. પરમાર તથા સાથેના પોલીસ માસણોએ ને.હા.નં. ૪૮ અડાસ હાઈવે રોડ ઉપર આવેલ સરકાર હોટલના કમ્પાઉન્ડમાંથી એક આઈસરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ એપીસોડ ગોલ્ડ વિસ્કી પેટી નંગ ૧૪૮, બોટલ નંગ ૧૭૭૬ કિ.રૂ. ૭,૧૦,૪૦૦ તેમજ મેકડોવેલ્સ નં. ૧ સુપીરીયર વિસ્કી પેટી નંગ ૩૫, બોટલ નંગ ૪૨૦ કિ.રૂ. ૧,૬૮,૦૦૦ મળી કિ.રૂ. ૮,૭૮,૪૦૦ નો પ્રોહી. મુદ્દામાલ સહિત કુલ રૂ. ૧૩,૭૮,૯૦૦ નો મળી આવેલ છે. જેમાં એક આરોપી ઘનશ્યામ બલવીર ભુરાનાથ યોગી, ઉ.વ. ૨૧, રહે. વિરાટનગર, જયપુર ને ઝડપી પાડી વધુ તપાસમાં માલ ભરાવનાર અનુજ શર્મા, રહે. દોલતપુરા, જયપુર હોવાનું બહાર આવેલ છે.

આ કામગીરીમાં વાસદ પો.સ્ટે.ના પોસઈ પી.જે.પરમાર તથા હેડકો મહીપાલસિંહ તથા હે.કો. મહેન્દ્રસિંહ તથા આપોકો રાજેન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસો સાથે રહી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ : ખંભાતમાં મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથે લગ્ન થયા : પોલીસ રક્ષણની કરાઈ માંગ…

Charotar Sandesh

આણંદ : ક્ષત્રિય સમાજનાં યુવાનો દ્વારા ૩૮ જેટલી બોટલ રક્તદાન કરવામાં આવી

Charotar Sandesh

આણંદના “શાન મલ્ટીપ્લેક્સ” ખાતે ગુજરાતી ફિલ્મ “વીરા ની વિરાસત”નો પ્રીમિયર શો યોજાયો

Charotar Sandesh