Charotar Sandesh
ઈન્ડિયા

અનલોક-૨માં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ આજે ૨૨ હજાર કોરોનાના કેસ નોંધાયા…

પોઝિટિવ કેસનો આંકડો ૬.૨૫ લાખને પાર, વધુ ૩૭૯ના મોત સાથે મૃત્યુઆંક ૧૮,૨૨૫એ પહોંચ્યો…
આઇસીએમઆરના અહેવાલ પ્રમાણે દેશમાં બીજી જુલાઈ સુધીમાં ૯૨,૯૭,૭૪૯ સેમ્પલ ટેસ્ટ કરાયા, કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૦.૭૨ ટકા સુધી પહોંચ્યો,મહારાષ્ટ્રમાં ૧. ૮૬ લાખથી વધુ સંક્રમિત…

ન્યુ દિલ્હી : અનલોક-૧ની જેમ અનલોક-૨માં પણ કેસો વધી રહ્યાં હોય તેમ છેલ્લાં ૨૪ કલાકમાં ૨૨ હજાર જેટલા કેસો નોંધાયા હતા આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. તો તેની સાથે વધુ ૩૭૯ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા હતા. મહારાષ્ટ્ર બાદ તામિલનાડુમાં સૌથી વધારે કેસો નોંધાયા હતા. અનલોક-૨માં અગાઉ કરતાં વધારે છૂટછાટ આપવાથી અને લોકોની કથિત બેદરકારીને કારણે સંક્રમણ વધી રહ્યું હોવાનું અનુમાન છે. તે સાથે જે કોરોનાના કુલ કેસોની સંખ્યા કોવિડ વેબસાઇટ પ્રમાણે, ૬,૨૭,૦૬૩ પર પહોંચી છે. સારવાર હેઠળાના કેસો એટલે કે એક્ટીવ કેસોની સંખ્યા ૨,૨૮,૭૬૮ અને સાજા થયેલા લોકોની સંખ્યા ૩,૭૯,૯૯૭ થઇ છે. વધુ ૩૭૯ લોકોના મોત સાથે કુલ મોતનો આંકડો ૧૮,૨૩૨ પર પહોંચી ગયો છે. આજે સવારે દિલ્હીમાં કેસો વધીને ૯૨,૧૭૫, તામિલનાડુમાં ૯૮,૩૯૩ અને મહારાષ્ટરમાં ૧,૮૬,૬૨૬ કેસો નોંધાયા હતા. ૨, જુલાઇ સુધી કુલ ૯૨,૯૭,૭૪૯ લોકૌના ટેસ્ટ કરાવવામાં આવ્યાં છે. બીજી તરફ, નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરમાં આજથી ૧૦ દિવસનું લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે, ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૦.૭૨ ટકાએ પહોંચ્યો છે. જેને એક સારી બાબત તરીકે જોવામાં આવી રહ્યું છે.
જ્યારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોનાના જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ હજાર ૯૦૩ કેસ સામે આવ્યા અને ૩૭૯ લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૬ લાખ ૨૫ હજાર ૫૪૪ થઈ ગઈ છે. જેમાંથી ૨ લાખ ૨૭ હજાર ૪૩૯ એક્ટિવ કેસ છે. સાથે જ ૩ લાખ ૭૯ હજાર ૮૯૨ દર્દી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી ૧૮ હજાર ૨૧૩ લોકોના મોત થયા છે.
વેબ અનુસાર, દેશભરમાં ૬ લાખ ૨૭ હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. અને ૧૮ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ ૩ લાખ ૭૯ હજારથી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જોકે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે એક રાહતરૂપ બાબત એ પણ છે કે, દેશમાં ૧૫ ઓગસ્ટે કોરોનાની વેક્સીન લોન્ચ થઈ શકે છે. આ વેક્સિનને ફાર્માસ્યુટીકલ કંપની ભારત બાયોટેકે (મ્રટ્ઠટ્ઠિં ર્મ્ૈીંષ્ઠર) તૈયાર કરી છે. ભારત બાયોટેક અને ૈંઝ્રસ્ઇ તરફથી વેક્સિન લોન્ચિંગની શક્યતા છે. તે ઉપરાંત ગુજરાતની ઝાયડસ કેડિલા કંપનીને વેક્સીનના પહેલા અને બીજા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી આપવામા આવી છે.
દેશમાં કુલ કેસોમાંથી ૧ લાખ ૮૬ હજારથી વધુ દર્દીઓ તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે, જ્યાં ૮ હજારથી વધુ લોકોના મોત થયા છે. તમિલનાડુમાં ૯૮ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧ હજારથી વધુ લોકોના જીવ ગયા છે.
જ્યારે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે(ૈંઝ્રસ્ઇ) શુક્રવારે જણાવ્યું કે, ભારત બાયોટેકે કોવિડ-૧૯ની દવા બનાવી લીધી છે. જેના ક્લીનીકલ ટ્રાયલ માટે ૈંઝ્રસ્ઇ ૧૨ સંસ્થાઓની પસંદગી કરી છે. ૈંઝ્રસ્ઇનું કહેવું છે કે સરકાર તેને ૧૫ ઓગસ્ટે લોન્ચ કરી શકે છે.
તો આ તરફ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્લાસનગરમાં આજથી ૧૦ દિવસનું લોકડાઉન વધારી દેવાયું છે. ત્રણ જગ્યાએ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.
દિલ્હીમાં કેસો વધી રહ્યાં હોવાથી સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરમાં આજથી કોરોના સંક્રમિતોને એડમિટ કરાશે
કોરોનાની વેક્સીન તૈયાર કરવા માટે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુજરાતની ઝાયડસ કેડિલા કંપનીને વેક્સીનના પહેલા અને બીજા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી આપવામા આવી છે. આ નિર્ણય એક્સપર્ટ કમિટિની ભલામણ પછી લેવામા આવ્યો હતો.

Related posts

સુપ્રીમ કોર્ટના ૫૦ ટકાથી વધુ કર્મચારી સંક્રમિત, ઘેર બેઠા જ સુનાવણી કરશે જજ…

Charotar Sandesh

આણંદમાં ઈવીએમ બગડતાં પોણો કલાક મતદાન અટક્યું

Charotar Sandesh

સરકારને ‘સુપ્રિમ’ની રાહત : એસસી/એસટી સંશોધિત એક્ટને આપી મંજૂરી…

Charotar Sandesh