NEETમાં ઓબીસી માટે ૫૦% અનામતની માંગ માટે રીટ…
અમને ખુશી છે કે આ મામલામાં તમામ રાજકીય પક્ષ એક સાથે આવ્યા, પરંતુ તમે હાઇકોર્ટમાં અરજી કરી શકો : કોર્ટ
રાજકિય અને સામાજિક ક્ષેત્રે દૂરોગામી અસરો સર્જાવાની શક્યતા…
ન્યુ દિલ્હી : રાજકિય પક્ષો માટે ખૂબ જ સંવેદનશીલ ગણાતા અનામતના મામલે દેશની સર્વોચ્ચ અદાલતે દૂરોગામી રાજકિય અને સામાજિક અસરો પેદા કરી શકે તેવા એક કેસમાં એવુ ઠરાવ્યું કે અનામતનો અધિકાર એ નાગરિકનો મૂળભૂત બંધારણિય અધિકાર નથી. નીટની પરીક્ષામાં ૫૦ ટકા અનામતની માંગણી માટે તામિલનાડૂના વિવિધ રાજકિય પક્ષોએ એકબીજાના વિરોધને એકબાજૂએ મૂકીને સંયુકત રીટ કરી હતી. જેની સુનાવણી વખતે કોર્ટે અનામત એ મૂળભૂત અધિકાર નથી એમ ઠરાવી એવું પણ અવલોકન કર્યું હતું કે , અમને ખુશી છે કે આ મામલામાં તમામ રાજકીય પક્ષ એક સાથે આવ્યા છે, પરંતુ અમે આ અરજીની સુનાવણી નહીં કરીએ. જો કે અમે અરજી ફગાવી નથી રહ્યા પણ અમે તમને હાઈકોર્ટ સમક્ષ અરજી કરવાની તક આપી રહ્યા છીએ, એમ કહીને કોર્ટે તેમને હાઇકોર્ટમાં અરજી કરવાનું જણાવ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે તામિલનાડુમાં આમ તો પ્રાદેશિક પક્ષો એકબીજાની સામે લડતા હોય છે. તેઓ ભાગ્યે જ કોઇ એક મુદ્દે સહમત થતાં હોય છે. પરંતુ મેડિકલ સહિતની અન્ય ફેકલ્ટીમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષામાં ૫૦ ટકા અનામત લાગૂ કરવાની માંગને લઇને આ પક્ષો એક થયા અને સૌએ સાથે મળીને સુપ્રિમના દ્વાર ખટખટાવ્યાં હતા. જેની સુનાવણી આજે નિકળતા કોર્ટે અનામતને લઈને કડક ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, અનામત મૂળભૂત અધિકાર નથી. આ સાથે જ કોર્ટે અરજી પર સુનાવણી કરવાથી પણ ઈનકાર કરી દીધો હતો..
તમિલનાડુના ડીએમકે, સીપીઆઈ, એઆઈએડીએમકે સહિત કેટલાક પક્ષાએ દ્ગઈઈ્ હેઠળ મેડિકલ કોલેજમાં બેઠકોને લઈને તમિલનાડુમાં ૫૦ ટકા ઓબીસી અનામત મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ મામલે કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છીનવામાં આવ્યો છે? અરજીકર્તાઓના વકીલોની દલીલથી લાગે છે કે તમે માત્ર તમિલનાડુના કેટલાક લોકોના ફાયદાની વાત કરી રહ્યા છો.
જસ્ટિસ એલ નાગેશ્વર રાવની બેંચે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ અનામતના અધિકારનો દાવો કરી શકતો નથી. અનામતનો અધિકાર મૂળભૂત અધિકાર નથી.. તમે હાઈકોર્ટમાં અરજી કરોઃ, એમ કહીને અરજદારોને કહ્યું કે તમે કોર્ટ પાસેથી અરજી પાછી લઈ લો અને હાઈકોર્ટમાં અરજી કરો. અમે તમારી અરજીનો ઇન્કાર કરતાં નથી. પરંતુ પહેલાં નીચલી અદાલતમાં જાઓ.
સુપ્રીમ કોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે, આ કેસમાં કોઈનો મૌલિક અધિકાર છીનવાયો છે? તમારી દલીલોથી લાગી રહ્યું છે કે તમે માત્ર તમિલનાડુંના ગણ્યા ગાંઠ્યા લોકોના ભલાની વાત કરી રહ્યા છો. ડ્ઢસ્દ્ભ પાર્ટી તરફથી કોર્ટમાં કહેવાયું કે, અમે વધારે અનામતની માંગ નથી કરી રહ્યા, પણ જે છે તેને લાગુ કરવામાં આવે તેની વાત કરી રહ્યા છીએ.આ દરમિયાન ટિપ્પણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમને ખુશી છે કે આ મામલામાં તમામ રાજકીય પક્ષ એક સાથે આવ્યા છે, પરંતુ અમે આ અરજીની સુનાવણી નહીં કરીએ. જો કે અમે અરજી ફગાવી નથી રહ્યા અમે તમને હાઈકોર્ટ સમક્ષ અરજી કરવાની તક આપી રહ્યા છીએ.
જસ્ટિસ એલ નાગેશ્વરા રાવ , કૃષ્ણ મુરારી અને રવિન્દ્ર ભટની ત્રણ ન્યાયાધીશોની બેંચ સમક્ષ રાજકીય પક્ષો એઆઈએડીએમકે, ડીએમકે અને અન્ય લોકોએ કરેલી અરજીઓ ભારતના બંધારણની કલમ ૩૨ હેઠળ દાખલ કરવામાં આવી હતી.