Charotar Sandesh
બોલિવૂડ

અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને તાપસી પન્નૂના ઘર અને ઓફિસો પર આઈટીના દરોડા…

મુંબઈ : ઇન્કમ ટેક્સ વિભાગે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને અભિનેત્રી તાપસી પન્નૂના ઘર પર દરોડા પાડ્યા છે. મળતી જાણકારી મુજબ, આ દરોડા ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંબંધિત છે. ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી મુંબઈના અનેક સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ લોકોની વિરુદ્ધ કથિત રીતે મોટાપાયે ઇન્કમ ટેક્સની ચોરીનો મામલો છે. આ લોકોના મુંબઈ અને બહારના વિસ્તારના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ આ દરોડાના ક્રમમાં બીજા પણ મોટા નામ સામે આવી શકે છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ફેન્ટમ ફિલ્મ્સના ઠેકાણાઓ ઉપર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. તેની સાથે જ ઇન્કમ ટેક્સ વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે, મુંબઈમાં ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નૂની સંપત્તિઓ પર ઇન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે.
ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ટેક્સ ચોરીના મામલામાં ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકો સામે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નૂ, વિકાસ બહલ અને અન્ય સામેલ છે. અન્ય અનેક લોકોને પણ ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા ટેક્સ ચોરીના સંબંધમાં શોધવામાં આવી રહ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ મુંબઈ, પુણે સહિત ૨૦ ઠેકાણાઓ પર એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી રહી છે. તેમાં ચાર કંપનીઓ સામેલ છે.

Related posts

ટ્રેજેડી કિંગના નામથી લોકપ્રિય દિલીપ કુમારને હોસ્પિટલમાંથી રજા મળી…

Charotar Sandesh

ન્યૂ યોર્કમાં દર વર્ષે ‘મેટ ગાલા’ નામની અત્યંત હાઈપ્રોફાઈલ અને અતિશય વિચિત્ર આઉટફિટના મેળાવડા જેવી ઈવેન્ટ યોજાય છ

Charotar Sandesh

ભારતીય દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહ ફિલ્મમાં જોવા મળશે, રિલીઝ થયું પોસ્ટર…

Charotar Sandesh