Charotar Sandesh
બોલિવૂડ

અનુષ્કા પ્રેગ્નેન્ટ, વિરાટ કોહલી બનશે પિતા…

ન્યુ દિલ્હી : કરીના કપૂર બાદ બોલિવુડની વધુ એક એક્ટ્રેસ ૨૦૨૧માં ખુશ ખબર આપવા જઈ રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ૨૦૨૧માં પેરેન્ટ્‌સ બનવા જઈ રહ્યા છે. આ વાતની પુષ્ટી વિરાટ કોહલીએ ટ્‌વીટ કરીને આપી છે. તેણે ટ્‌વીટ કરીને અનુષ્કા પ્રેગ્નેટ છે અને તેઓ ૨૦૨૧માં બેમાંથી ત્રણ થવા જઈ રહ્યા છે તે વાત જણાવી હતી. વિરાટ કોહલીએ ટ્‌વીટ કરીને લખ્યું કે, ‘એન્ડ ધેન વી આર ધેર! અરાઈવિંગ જાન્યુઆરી ૨૦૨૧’. વિરાટ કોહલીના ટ્‌વીટથી ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વિરાટની આ ખબર શેર કરવાની સાથે જ તેને ફેન્સની લાઈક્સ અને કમેન્ટ મળવાનું શરૂ થઈ ગયું છે.
ફેન્સ તેને કમેન્ટમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બોલિવૂડ એકટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ કરીના કપૂર ખાનના પરિવારમાં ટૂંક સમયમાં એક નવા મહેમાનની એન્ટ્રી થશે. આવા સમાચાર તો સોશિયલ મીડિયા પર ઘણા સમયથી આવી રહ્યા હતા પરંતુ હવે ખુદ સૈફ અલી ખાને જ સત્તાવાર રીતે આ વાતની જાહેરાત કરી છે. તેણે લખ્યું છે કે ટૂંક સમયમાં જ એક નવો સદસ્ય અમારા પરિવારમાં આવી રહ્યો છે. કરીના કપૂર સૈફ અલી ખાનની બીજી પત્ની છે. તેની અગાઉની પત્ની અમૃતાસિંઘ હતી જેના થકી તેને બે બાળકો હતા.
સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન. આ ઉપરાંત સૈફ અલી ખાન અને કરીના કપૂરનો એક પુત્ર તૈમૂર અલી ખાન છે. આમ સૈફ અલી ખાન હવે ચોથા સંતાનનો પિતા બનવાનો છે તો કરીના બીજા સંતાનની માતા બનશે. હવે તૈમૂરને બહેન મળશે કે ભાઈ તેના માટે થોડી રાહ જોવાની રહેશે. પણ સૈફ અને કરીનાના ફેન્સ માટે આ મોટા સમાચાર છે. સારા અલી ખાનની આજે બર્થ ડે છે અને આ પ્રસંગે સૈફે કરીના અંગેના આ ખુશખબરની જાહેરાત કરી હતી.

Related posts

હોલિવુડમાં જતા પહેલા ગુમાવવું પડ્યું હતું પોતાનું અભિમાન…

Charotar Sandesh

ડાન્સ દિવાને ૩નો હોસ્ટ રાઘવ જુયાલ થયો કોરોના સંક્રમિત…

Charotar Sandesh

ભારતની નાણાકીય સ્થિતિના બદલાવ આધારિત ફિલ્મમાં અજય દેવગણ ચમકશે…

Charotar Sandesh