Charotar Sandesh
બોલિવૂડ

અભિનેતા રજનીકાંતની તબિયત લથડતા એપોલો હોસ્પિટલમાં ભરતી…

હૈદરાબાદ : અભિનેતા રજનીકાંતની તબિયત અચાનક બગડી ગઇ છે. તેમણે હૈદ્રાબાદના એપોલો હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જોકે ડોક્ટર્સની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું કે રજનીકાંતને બ્લડ પ્રેશરમાં ઉતાર-ચઢાવની ફરિયાદ બાદ તેમને ભરતી કરાવવામાં આવ્યા છે.
હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેમના બ્લડ પ્રેશરમાં ગંભીર ઉતાર ચઢાવ અને આગળના મૂલ્યાંકનની આવશ્યકતા હતી, જેના લીધે તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમના બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી રહી છે. જોકે તેમને રજા આપવામાં આવી નથી.એવામાં તેમની સારવાર ચાલુ છે. તમને જણાવી દઇએ કે રજનીકાંત પોતાની આગામી ફિલ્મ ’અન્નાત્થે’નું શૂટિંગ માટે હૈદ્રાબાદમાં છે.
આ ઉપરાંત તે રાજકીય પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી ચૂક્યા છે, જેની જાહેરાત ૩૧ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. જોકે તાજેતરમાં જ રજનીકાંતની ફિલ્મ ’અન્નાથે’ના શૂટિંગ દરમિયાન ક્રૂના ૮ સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ રજનીકાંતે પોતાને કોરોન્ટાઇન કરવાની વાત પણ સામે આવી હતી. હાલ તેમની ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.

Related posts

નાગ અશ્વિનની ફિલ્મમાં પહેલી વાર સાથે જોવા મળશે પ્રભાસ અને દીપિકા…

Charotar Sandesh

લોકડાઉનને પગલે લોસ એન્જેલસમાં ફસાઈ એક્ટ્રેસ સૌંદર્ય શર્મા…

Charotar Sandesh

રિયા ચક્રવર્તીએ સુશાંતની પહેલી પુણ્યતિથિ પહેલા શેર કરી પોસ્ટ…

Charotar Sandesh