Charotar Sandesh
બોલિવૂડ

અભિનેત્રી કંગના રનૌતે પોતાના પાસપોર્ટ રિન્યુઅલની માંગણી કરતાં બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા…

મુંબઈ : બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે પોતાના પાસપોર્ટ રિન્યુઅલની માંગણી કરતાં બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેણે કોર્ટમાં અરજી કરતાં કહ્યું, બાંદ્રા પોલીસ દ્વારા તેની વિરૂદ્ધ ધૃણિત ટ્‌વીટ અને દેશદ્રોહ માટે નોંધાવેલ એફઆઇઆરના લીધે પાસપોર્ટ ઓથોરિટી તેના પર આપત્તિ ઉઠાવી રહ્યું છે. આ કેસમાં તેની બહેન રંગોલી ચંદેલ પણ આરોપી છે.
કંગનાએ પોતાની અરજીમાં લખ્યું, તે એક અભિનેત્રી છે આથી તેને પ્રોફેશનલ મીટિંગ માટે સમગ્ર દેશ સિવાય ઇન્ટરનેશનલ પ્રવાસ પણ કરવાનો હોય છે. કંગનાએ માહિતી આપી છે કે તેને એક ફિલ્મનું શુટિંગ કરવાનું છે, જેમાં તેનો લીડ રોલ છે. તેના માટે તેને ૧૫ જૂનથી ઑગસ્ટ ૨૦૨૧ સુધી બુડાપોસ્ટનો પ્રવાસ કરવાનો છે.
કંગનાએ પોતાની અરજીમાં માહિતી આપી છે, તેનો પાસપોર્ટ સપ્ટેમ્બર ૨૦૨૧માં સમાપ્ત થઇ જશે. તેના લીધે તેને પોતાનો પાસપોર્ટ રિન્યુ કરાવાનો છે. પરંતુ તેની વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયેલો હોવાથી તેની મુસીબતો વધતી દેખાય છે. જો કે હજુ સુધી હાઇકોર્ટની તરફથી તેના પર કોઇપણ જવાબ આવ્યો નથી કે કંગનાનો પાસપોર્ટ રિન્યુ થવો જોઇએ કે નહીં.
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાની બિંદાસ્ત ટિપ્પણીઓના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં બંગાળ ચૂંટણી બાદ ભડકાઉ તોફાનો પર કેટલીય ટ્‌વીટ કરી. આ સિવાય તેણે મમતા બેનર્જી પર પણ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો. ત્યારબાદ ટિ્‌વટરે તેની વિરૂદ્ધ એકશન લીધું અને તેના ટિ્‌વટર એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું.

Related posts

ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતના સંબંધોનો અંત આવ્યો હોવાની ચર્ચા…

Charotar Sandesh

સંજય દત્તનાં જન્મદિને ’કેજીએફ-૨’ નું બીજું પોસ્ટર રિલીઝ…

Charotar Sandesh

અક્ષય કુમારની ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મ માટે બેડ ન્યૂઝઃ દાખલ કરાઈ પીઆઈએલ…

Charotar Sandesh