મુંબઈ : ટીવીથી લઈને બોલિવૂડ સુધી ઓળખ બનાવનારી અભિનેત્રી પ્રાચી દેસાઈ ઘણા લાંબા સમયથી મોટા પડદા પરથી ગુમ છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે ત્યાં ફોટો વીડિયો પોસ્ટ કરતી રહે છે. પણ હાલમાં તેનો એક એવો વીડિયો સામે આવ્યો છે કે જે જોઈને તમે ચોંકી જશો. કારણ કે આ વીડિયોમાં અભિનેત્રી વ્હીલ ચેર પર જોવા મળી રહી છે અને એ પણ ગંભીર હાલતમાં.
ઈન્ટરનેટ પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટ પરનો છે. જેમાં જોઈ શકાય છે કે તેના પગમાં પાટો બાંધ્યો છે અને તે વ્હીલ ચેર પર બેઠેલી જોવા મળી રહી છે. પણ જ્યારે તેણે કેમેરા સામે જોયું તો લોકોનું દિલ જીતી લીધું હતું અને સરસ સ્માઈલ આપી હતી. પ્રાચી દેસાઈનો આ વીડિયો વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટા પર અપલોડ કર્યો છે અને હવે તે વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખવામાં આવ્યું કે, પ્રાચીએ પગમાં શું લાગ્યું છે અને કેવી રીતે લાગ્યું એનું કોઈ કારણ નથી જણાવ્યું. જો કે વીડિયો વાયરલ થયાં બાદ પ્રાચીની હાલત જોઈ ફેન્સ નિરાશામાં છે. હાલમાં પ્રાચી લાઈમલાઈટથી ઘણી દુર છે. ૨૦૧૯ બાદ તે કોઈ શો કે ફિલ્મમાં જોવા નથી મળી.