Charotar Sandesh
બોલિવૂડ

અભિનેત્રી રશ્મિકા મંદાનાને ગૂગલે નેશનલ ક્રશ ઓફ ઇન્ડિયા-૨૦૨૦ જાહેર કરી…

મુંબઇ : તેલૂગુ સિનેમાની ખુબસુરત અને લોકપ્રિય એક્ટ્રેસ રશ્મિકા મંદાના તેમજ તેના ફેન્સને ખુબ જ મોટી સરપ્રાઇઝ મળી જ્યારે ગૂગલે એક્ટ્રેસને નેશનલ ક્રશ ઓફ ઇન્ડિયા ૨૦૨૦ ઘોષિત કરી દીધી. ગૂગલ પર નેશનલ ક્રશ સર્ચ કરવા પર રશ્મિકાનું નામ આવે છે.
આ ઘટના બાદ ટિ્‌વટર પર પણ રશ્મિકા નેશનલ ક્રશના હૅશટૅગ સાથે ટ્રેન્ડ થવા લાગી હતી. રશ્મિકાએ તેનો સ્ક્રિનશૉટ લઇને પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર પણ શૅર કર્યો છે. ૨૪ વર્ષની રશ્મિકા સાઉથ સિવાય નોર્થમાં પણ ખુબ જ ફેમસ છે. રશ્મિકાએ તેલૂગુ, તમિળ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.
રશ્મિકાએ તેના કરિયરની શરૂઆત ૨૦૧૬માં આવેલી એક કન્નડ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખુબ જ વખાણ થયા હતા અને તે ફિલ્મ તે વર્ષની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ થઇ હતી.
૨૦૧૮માં રશ્મિકાએ ચલો ફિલ્મથી તેલૂગુ ફિલ્મોમાં ડેબ્યુ કર્યુ હતુ અને બાદમાં વિજય દેવરકોન્ડા સાથે આવેલી ફિલ્મ ગીતા ગોવિંદમ દ્વારા તેને ખુબ જ સફળતા મળી હતી.
૨૦૧૮માં ગીતા ગોવિંદમમાં બંનેની જોડીને ખુબ વખાણવામાં આવી હતી. બંને વચ્ચે ગજબ કેમેસ્ટ્રી છે. ફિલ્મ તો સુપર હિટ થઇ જ પરંતુ તેના ગીત પણ ખુબ ફેમસ થયા. જે બાદ બંનેની ડિયર કોમરેડ નામની ફિલ્મ પણ આવી. તે પણ બોક્સ ઑફિસ પર ઘણી જ હિટ રહી હતી.

Related posts

ડાન્સ દિવાને ૩નો હોસ્ટ રાઘવ જુયાલ થયો કોરોના સંક્રમિત…

Charotar Sandesh

અર્શદ વારસીએ ‘દુર્ગાવતી’ ફિલ્મ શૂટિંગનાં શ્રી ગણેશ કર્યા…

Charotar Sandesh

રાજૂ શ્રીવાસ્તવે મિર્ઝાપુર-૨ પર પ્રતિબંધ મુકવાની કરી માગ…

Charotar Sandesh