Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

અમદાવાદના વટવા પો.સ્ટે.ના છેતરપીંડી-વિશ્વાસઘાતનો નાસતો ફરતો આરોપીને ઝડપતી ઉમરેઠ પોલીસ…

આણંદ : આણંદ ડીવાયએસપી બી.ડી.જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન અનુસાર ઉમરેઠ પો.સ્ટે.ના પો.સબ. ઈન્સ પી.કે. સોઢા સાહેબ નાઓ તથા અ.હે.કો. પરેશકુમાર બહેચરભાઈ તથા અ.પો.કો. ભરતભાઈ સોઢાભાઈ તથા અ.પો.કો. અનિરૂધ્ધસિંહ કિશનસિંહ એ રીતેના ખાનગી વાહનમાં ઉમરેઠ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન અ.પો.કો. ભરતભાઈ નાઓને બાતમીદારથી માહિતી મળેલ કે, અમદાવાદ શહેરના વટવા પો.સ્ટે.ના ર૦૧૮ વર્ષના છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ભરતભાઈ રઈજીભાઈ પરમાર રહે. મહેળાવ તાબે મથુરપુરા, તા. પેટલાદ નાઓ ઉમરેઠ બસ સ્ટેશનમાં આવેલ હોવાની હકીકત મળતાં ઉમરેઠ પો.સ્ટે.ના પો.માસણેા એ ઉમરેઠ બસ સ્ટેન્ડમાં જઈ વર્ણનવાળા ઈસમને પુછપરછ કરતાં ઈસમે પોતાનું નામ ભરતભાઈ રઈજીભાઈ પરમાર હોવાનું જણાવેલ. અને વટવા પો.સ્ટે.માં ખોટા લગ્ન કરાવી પૈસા તેમજ સોના-ચાંદીના દાગીના પડાવ્યા અંગેની ફરીયાદ થયેલાની કબુલાત કરતા આગળની વધુ તપાસ સારૂ વટવા પોલીસને જાણ કરવામાં આવેલ છે.

  • Jignesh Patel, Anand

Related posts

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ તડામાર તૈયારી : પોલીસ તંત્ર સજ્જ

Charotar Sandesh

ઉજ્જૈન મંદિરથી દર્શન કરી પરત ફરતા ખંભાતના ૫ મિત્રોને અકસ્માત નડ્યો : ૩ યુવોનોના મોત

Charotar Sandesh

યાત્રાધામ ફાગવેલ ખાતે કોંગી નેતા ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપયજ્ઞ…

Charotar Sandesh