કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય લેવાયો…
અમદાવાદ : આગામી ૨૯મી માર્ચે ધૂળેટી આવી રહી છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં ઉથલો માર્યો છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલી ધૂળેટીને લઈ શહેરની નામાંકિત બે ક્લબોએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ક્લબોમાં આ વર્ષે ધૂળેટી ધામધૂમથી નહિં ઉજવાય.
શહેરની નામાંકિત બે ક્લબોએ આ મહત્વનો નિર્ણય લીધો છે. રાજપથ અને કર્ણાવતી કલબે નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે.
સુરતમાં હોળી -ધૂળેટીના જાહેર કાર્યક્રમો રદ
સુરતમાં હોળી -ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા છે. પાલિકા કમિશ્નરની અલગ અલગ સમાજના આગેવાનો જોડે બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. સુરતમાં કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બનતા નિર્ણય કરાયો. સુરતમાં દર વર્ષે હોળી-ધૂળેટીના મોટી સંખ્યામાં જાહેર કાર્યક્રમો થતા હોય છે.જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે કાર્યક્રમો પર રોક લાગી છે.