કોરોના કેસની સંખ્યા ૨૬૬ થતા તંત્ર ચિંતામાંઃ અમદાવાદમાં માસ્ક પહેરવું બન્યું ફરજીયાત…
અમદાવાદ : અમદાવાદમાં જાહેર સ્થળ પર માસ્ક નહીં પહેરનારા લોકોની હવે ખેર નથી. અમદાવાદમાં હવે જાહેર માર્ગ પર માસ્ક પહેરવું ફરજીયાત માસ્ક વગર ફરતા લોકો ને ૫૦૦૦ રૂપિયા અથવા ૩ વર્ષ ની જેલની સજા થશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરનું નિવેદન. આવતી કાલે સવારે છ વાગ્યે આ કાયદો અમલમાં આવશે. છસ્ઝ્રનો મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યમાં કોરોના પોઝિટિવના કેસોનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યાં છે. આજે રવિવારે અમદાવાદમાં વધુ ૨૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આમ શહેરમાં કુલ ૨૬૬ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આજે અમદાવાદના ઘોડાસર વિસ્તારના કોરોનાગ્રસ્ત એક ૭૫ વર્ષિય પુરુષનું એલેજી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.
તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને ૩ વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત શહેરની હાલની સ્થિતિ અંગે વિગતો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, અમદાવાદમાં ૨૪૦ કેસ ગઈકાલ સાંજ સુધી હતા બાદમાં ૨૩ કેસો નોંધાયા છે.અમદાવાદમાં કુલ ૨૬૩ કેસો નોંધાયા છે.અમદાવાદમાં ૧૧ મૃત્યુ થયા છે.
અત્યારસુધીમાં ૫૩૭૯ લોકોના સેમ્પલ લેવાયા છે. જ્યારે સામેથી આવનારા ૧૦૫૯ના સેમ્પલ લેવામાં આવ્યા છે. શહેરના તમામ ઝોનમાં ગીચ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ૬૨૮ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કર્યાં બાદ દરરોજ થર્મલ ગનથી ૨૪ કલાકમાં ૨૪૦૦૦ લોકોને ચેક કરવામાં આવ્યા હતતા, જેમાં ૫૬ શંકાસ્પદ સામે આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આજના તમામ ૨૩ કેસ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે.