Charotar Sandesh
ગુજરાત

અમદાવાદમાં ૧૬૬ ખાનગી હોસ્પિટલમાં ૩ ઓક્સિજન બેડ અને ૧ વેન્ટિલેટર સાથે માત્ર ૧૪૮ બેડ ખાલી…

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અતિગંભીર બની છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યાં છતાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ૧૬૬ ખાનગી હોસ્પિટલો અને ૨૫ કોવિડ કેર સેન્ટરમાં ૨૪ એપ્રિલના રોજ સવારે ૯.૩૦ વાગ્યાની સ્થિતિએ ૩ ઓક્સિજન બેડ અને ૧ વેન્ટિલેટર જ ખાલી છે. ખાનગી હોસ્પિટલો અને ૧૦૦થી વધુ કોવિડ સેન્ટરમાં ૯૧૦૯ બેડમાંથી ૧૪૦૪ બેડ ખાલી છે, જેમાં ૧૪૮ બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. કોવિડ સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરમાં ૧૦૯૨ જેટલાં બેડ ખાલી છે.
AHNAની વેબસાઈટ મુજબ, ૨૪ એપ્રિલના રોજ સવારે ૯.૩૦ વાગ્યા સુધીમાં અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ ૧૬૬ ખાનગી હોસ્પિટલમાં ૫૭૪૦ બેડમાંથી ૧૪૮ જેટલાં બેડ ખાલી છે, જેમાં આઇસોલેશન વોર્ડમાં ૧૯૫૮, HDUમાં ૨૩૧૦,ICUમાં ૯૧૪ અને ICU વિથ વેન્ટિલેટર પર ૪૧૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં ૪૧૮માંથી આઇસોલેન વોર્ડમાં ૮૩, HDUમાં ૧૩૨, ICU વેન્ટિલેટર વગરમાં ૨૪ અને વેન્ટિલેટર પર ૧૦ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી જ નથી રહ્યાં. જ્યારે ૨૫ કોવિડ કેર સેન્ટરમાં ૧૩૧૨માંથી આઇસોલેનનાં ૮૩૭ બેડ ખાલી છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં ૧૬૪૪ બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં ૫૯૪ બેડ, HDUમાં ૭૦૬ બેડ, વેન્ટિલેટર વિનાનાં ICUમાં ૭૫ અને વેન્ટિલેટર પર ૧૪ દર્દી સારવાર લઈ રહ્યા છે.

Related posts

મુંબઈ શહેરમાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ અપાયું : ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી

Charotar Sandesh

Breaking : ગુજરાતમાં આખરે રદ કરાઈ બોર્ડની ધોરણ-12ની પરીક્ષા : કેબિનેટ બેઠકમાં નિર્ણય…

Charotar Sandesh

૧૩૦ કિમીની ઝડપે આણંદ-નડિયાદ પાસેથી વંદે ભારત દોડી : અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાયલ સફળ

Charotar Sandesh