પોલીસ કમિશનરનું જાહેરનામું…
અમદાવાદ : કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધતા બે દિવસ માટે સંપૂર્ણપણે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું બાહર પાડીને જણાવ્યું છેકે, અમદાવાદમાં ૭ ડિસેમ્બર સુધી રાત્રે ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનું રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. સોમવારે સવારે ૬ વાગ્યાથી કર્ફ્યૂ હટાવી દેવામાં આવ્યો છે. આજે સવારથી અમદાવાદ ફરી ધમધમતું થયું છે. રોડ પર વાહનોની અને લોકોની અવરજવર શરૂ થઈ ગઈ છે. છસ્જી અને મ્ઇ્જી બસ સેવા પણ શરૂ થઈ ગઈ છે. લોકો રોડ પર ફરી નીકળ્યા છે. બે દિવસ સુધી લોકો કર્ફ્યૂ હોવાથી ઘરમાં રહ્યા હતા. આજે સવારથી ફરી ઓફિસો શરૂ થઈ ગઈ હોવાથી લોકો જવા લાગ્યા છે.
અમદાવાદમાં ૫૭ કલાક બાદ આજે સવારે ૬ વાગે કર્ફ્યુ પૂર્ણ થયો છે. કર્ફ્યુ પૂર્ણ થતા અમદાવાદનું જનજીવન ફરી સામાન્ય બન્યું છે. સતત ભીડભાડવાળા ચોખા બજારના દ્રશ્યો અલગ જોવા મળ્યા હતા. કર્ફ્યુ બાદ પણ અમદાવાદ પોલીસ હાલમાં સ્ટેન્ડ ટુ છે. ચોખા બજાર વિસ્તારમાં ભીડ ન થાય તે માટે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સામાજિક અંતર જાળવવા, ભીડ ન કરવા અને માસ્ક પહેરવા પોલીસ સમજણ આપી રહી છે.