Charotar Sandesh
ઉત્તર ગુજરાત

અમરેલીમાં ભારે વરસાદના કારણે પાક ધોવાયા, ખેડૂતોની વધી ચિંતા…

અમરેલી : અમરેલી જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામે તલનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તલનો પાક બળી જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. અમરેલી જિલ્લામાં શરૂઆતથી જ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ સારો થયો છે જેને લઇને ખેડૂતોને ખૂબ જ ખુશી છે વરસાદ સારો થતાં કપાસ મગફળી ચણા નાપાક સારા થયા છે પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગત વર્ષે તલ ના ભાવ સારા મળતા આ વર્ષે રામગઢના ૩૦ જેટલા ખેડૂતોએ તલનું વાવેતર કર્યું પરંતુ તલ ના પાક માં જીવાત આવી જતા તલના છોડ બળવા લાગે છે છોડ બળી જતા ખેડૂતો તલ ના છોડ પોતાના ખેતરમાંથી ખેંચવા લાગ્યા છે જેને લઇને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

રામગઢ ગામના ખેડૂતોએ ગત વર્ષે તલ ના ભાવ સારા મળતા આ વર્ષે પણ વાવેતર કર્યું હતું રામગઢ ગામના ૩૦થી ૩૫ જેટલા ખેડૂતોએ આશરે ૫૦૦ વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી તલના છોડવા બળવા લાગ્યા છે તલના છોડના મૂળમાં ઝીણી ઝીણી જીવાતો થતાં જીવાતો તલ ના મુળિયા ખાઈ જતા તલ ના છોડ બળી ગયા છે. કરના છોડ બળી જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે હવે પોતાના ખેતરમાંથી ખેડૂતો તલના છોડ હટાવીને ડુંગળીનું વાવેતર કરવાની વાત કરી રહ્યા છે. રામગઢ ગામના ખેડૂત જીગ્નેશભાઈ જણાવી રહ્યા છે કે ગયા વર્ષે તલનો પાક તમને સારો થયો હતો તલ ના ભાવ પણ ગયા વર્ષે તેમને સારા મળ્યા હતા સારા ભાવ મળવાને કારણે આ વર્ષે પણ તેમણે પોતાના ખેતરમાં તલનું વાવેતર કર્યું હતું જિલ્લામાં આ વર્ષે પણ વરસાદ સારો છે અને તલનો પાક પણ સારો થયો હતો પરંતુ કેટલાક દિવસથી તલ ના પાક બળવા લાગ્યો છે.

વરસાદ સારો થયો હોવા છતાં પણ જગતના તાતને ક્યાંકને ક્યાંક મુશ્કેલી આવી રહી છે સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામ માં ૩૫ જેટલા ખેડૂતોએ તલનું વાવેતર કર્યું હતું પરંતુ તલના છોડના મૂળમાં જે વાત આવી જતા તમામ તલના છોડ બળી ગયા છે ખેડૂતો પોતાના ખેતરમાંથી કંગના છોડવા ખેંચીને ડુંગળીનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે આમ તલના પાક લેતા ખેડૂતો ઉપર નવી આફત આવી છે.

Related posts

રાજ્યમાં પેપરલીક, ભરતી કૌભાંડનું એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી બન્યું

Charotar Sandesh

કોરોના સંકટઃ વીરપુર મંદિર ૧૨ દિવસ અને ખોડલધામ ૧૬ ઑગસ્ટ સુધી બંધ રહેશે…

Charotar Sandesh

ખેતલાઆપા ટી સ્ટોલ સંચાલકને મોટો ઝાટકો હાઇકોર્ટે એક લાખનો દંડ ફટકાર્યો : દબાણ હટાવવા આદેશ…

Charotar Sandesh