મુંબઈ : બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને (ઓર્ગન ડોનેટ)અંગનું દાન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર સમગ્ર વાતની જાણકારી આપી છે. બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. બીગ બી એ ઑર્ગન ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ બચ્ચને ટિ્વટ કરી કહ્યું કે, “હું શપથ લઇ ચૂકેલ ઓર્ગન ડોનર છું. આ ગ્રીન રિબન તેની પવિત્રતા માટે પહેરી છે.
બિગ બીએ આ સાથે એક ફોટો શેર કર્યો છે. જેમાં તેમના કોટ પર ગ્રીન કલરની રિબીન જોવા મળે છે.અમિતાભના આ ટ્વીટના જવાબમાં, ઘણા લોકોએ ઓર્ગન દાન કર્યા બાદ મળેલા પોતાના પ્રમાણપત્રો શેર કર્યા છે.સાથે કેટલાકો અમિતાભથી પ્રભાવિત થઈ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે.આપને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડ પતિ ૧૨નું શૂંટિગ કરી રહ્યા છે. આ શો ૨૮ સપ્ટેમ્બરથી શરુ થઈ ચૂક્યો છે. આ શો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.