૨૪ કલાકમાં ૨૩૩૩ લોકોના કોરોનાથી મોત, મૃત્યુઆંક ૭૦ હજારને પાર…
USA : અમેરિકામાં, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨,૩૩૩ લોકોનાં મોત નીપજ્યાં છે. સમગ્ર અમેરિકામાં કોરોનાથી લગભગ ૭૦ હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. લગભગ અઢી લાખ અમેરિકનોને કોરોનાથી ચેપ લાગ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારા નિવેદન આપીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં શટડાઉન ખોલવાની તૈયારી કરી રહ્યા છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરિઝોના પ્રાંત પહોંચ્યા, જ્યાં તેમણે કહ્યું કે, તેઓ અમેરિકન નાગરિકોને કોરોના સંક્રમણની વચ્ચે યોદ્ધાઓ તરીકે જુએ છે. ટ્રમ્પે શટડાઉન ખોલવાની વાત કરી હતી. એરિઝોના પ્રાંતમાં પહોંચેલા ટ્રમ્પે ત્યાં દ્ગ૯૫ માસ્ક બનાવતા હનીવેલ ફેસિલિટી ગયા. ટ્રમ્પે લોકોને કામ પર પાછા ફરવાની વાત કહી અને કહ્યું કે અમેરિકન યોદ્ધાઓ છે. તેઓએ કહ્યું કે, અમે હવે કોરોનાથી સુરક્ષિત છીએ. તેમણે શટડાઉન ખોલવા અને કામ પર પાછા ફરવાની જરૂરિયાતનો વાત કહી.
ટ્રમ્પે અમેરિકન લોકો તેમજ કોરોના યુદ્ધમાં સામેલ લોકોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, હું અમેરિકાની જનતાને યોદ્ધાઓ તરીકે જોઉં છું. હું દેશનાં લોકોનાં સતત પ્રયાસનો આભાર માનું છું. તેમણે કહ્યું કે, અમે ઘણા અમેરિકન નાગરિકોનાં જીવ બચાવ્યા છે. હવે આપણો દેશ કોરોના સાથેનાં આ યુદ્ધનાં આગલા તબક્કામાં છે. ટ્રમ્પે કહ્યું કે, અમે હવે સલામત રહીને દેશને ફરીથી ખોલવાના તબક્કામાં છીએ. ટ્રમ્પે કહ્યું કે હવે દેશમાં કંઈક સારું થવાનું છે. અમે કોરોના સામેની લડતમાં મોટી પ્રગતિ કરી છે.
ટ્રમ્પે માસ્ક બનાવતી કંપની હનીવેલનાં કામની પ્રશંસા કરતાં કહ્યું કે, સામાન્ય રીતે આવી સુવિધા તૈયાર કરવામાં ૯ મહિનાનો સમય લાગે છે. પરંતુ હનીવેલે તે ફક્ત ૫ અઠવાડિયામાં કરી દીધું. આપને જણાવી દઇએ કે, અમેરિકામાં લગભગ ૭૦ હજાર મૃત્યુ કોરોના ચેપને કારણે થઈ છે. ટ્રમ્પે કહ્યું કે જ્યારે હું કોરોનાથી મરી ગયેલા લોકો વિશે વિચારું છું, ત્યારે હું રાત્રે સૂતો નથી. તેનાથી સૌથી વધુ પ્રભાવિત હુ થયો છુ.
- Nilesh Patel