ન્યુ દિલ્હી : દેશ માં જયારે કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે આ કેસોને નિયંત્રણમાં લાવવા માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે . ત્યારે અનેક દેશ ભારતને મદદ કરી રહ્યા છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે તેમનો દેશ કોવિડ -૧૯ સાથેના વ્યવહાર માટે ભારતને વિવિધ રીતે ઘણી મદદ કરી રહ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સોકીએ જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકાને ભારત માટે મેન્યુફેક્ચરિંગ સપ્લાય કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આનાથી ભારતને ૨ કરોડથી વધુ ડોઝ મળશે. બિડેને વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે અમે બ્રાઝિલને મદદ કરી રહ્યા છીએ. અમે ભારતને ઘણી મદદ કરી રહ્યા છીએ અમે ભારતમાં ઓક્સિજન અને રસી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મશીનોના ભાગો મોકલી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અહીં ઉપલબ્ધ એસ્ટ્રાઝેનેકા રસી કેનેડા અને મેક્સિકો મોકલવામાં આવી છે અને અન્ય દેશો સાથે ચર્ચામાં છે.
અમેરિકાની મેડિકલ એડની છઠ્ઠી ખપતના રૂપમાં આ કાચોમાલ પહોંચાડવામાં આવ્યો છે. અમેરિકાના બાઈડન પ્રશાસને બુધવારે જણાવ્યું હતું કે, તેમણે આ સપ્તાહમાં જ કાચો માલ મોકલ્યો છે. તેનાથી ભારતમાં કોવીશીલ્ડના ૨ કરોડ ડોઝ તૈયાર થઈ શકે છે. આ ઉપરાંત અમેરિકી સરકારે રેમડેસિવિર ઈંજેકશનના ૨૧ હજારથી વધુ વાયલની એક ખેપ મોકલી છે. ભારતમાં કોરોનાની બીજી લહેર ખુબજ ખતરનાક સ્વરૂપ લઈ ચૂકી છે. ત્યારે તમામ દેશ હવે ભારતની મદદ માટે આવી ચૂક્યા છે. યુરોપિયન સંઘ દ્વારા ૨૨ લાખ યુરો એટલે કે લગભગ ૧૯ કરોડ રૂપિયાનું ઈમરજંસી ફંડિંગ આપવાની જાહેરાત કરી છે.