બંને પ્રકારના વિઝાની એપ્લિકેશન ફી આ વર્ષના ઓક્ટોબરમાં લાગુ થશે…
USA : કોરોના વાયરસની અસરના પગલે દુનિયાભરના દેશોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અમેરિકા જેવો વિકસિત દેશ પણ તેમાંથી બાકાત નથી. એવામાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા યુએસના ઈમિગ્રેશન વિભાગે એચ-૧મ્ અને એલ-૧ સહિતના વિઝા એપ્લિકેશન ફીમાં મોટો વધારો કર્યો છે. એચ-૧બી વિઝા એપ્લિકેશન માટેની બેસિક એપ્લિકેશન ફી ૨૧ ટકાના વધારા સાથે ઇં૫૫૫ કરી દેવામાં આવી છે, જે આ પહેલા ઇં૪૬૦ હતી. આવી જ રીતે એલ-૧ વિઝા (કંપનીમાં ઈન્ટરનલ ટ્રાન્સફર) ફીમાં પણ ૭૫ ટકાનો વધારો કરીને ઇં૮૦૫ કરી દેવામાં આવી છે.
ઓક્ટોબરથી આ નવી વધારેલી ફીનો ચાર્જ વસૂલવામાં આવશે. વિઝા એપ્લિકેશન ફી નોકરી રાખનાર દ્વારા સ્પોન્સર કરવામાં આવતી હોય છે. એવામાં આ વધારાથી વિદેશમાં કર્મચારીઓને નોકરીએ રાખવાનું કંપનીઓ માટે વધારે મોંઘું બનશે.
લેટેસ્ટ આંકડા મુજબ, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯એ પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં ૩.૮૮ લાખ એચ-૧બી વિઝા આપવામાં આવ્યા હતા, જેમાંથી અંદાજે ૨.૭૮ લાખ (ટોટલના ૭૨ ટકા) ભારતીયોને અપાયા હતા. આ આંકડામાં વિઝા એક્સટેન્શન્સ પણ સામેલ છે. ભારતીયો સૌથી મોટા એચ-૧બી વીઝા ધારકો છે, અમેરિકાની હેડક્વોર્ટર કંપનીઓએ મોટી સંખ્યામાં એચ-૧બી વિઝા પર કર્મચારીઓને રાખ્યા છે. હાલ દેશમાં એલ-૧ વિઝાનો ડેટા ઉપલબ્ધ નથી.
હાલમાં યુએસ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ, યુએસ ગવર્નમેન્ટની ઈમિગ્રેશન એજન્સીએ સરકાર પાસેથી ઈમરજન્સી ફન્ડીંગ માટે ૧.૨ બિલિયન ડોલરની માગણી કરી છે. તેણે ઓગસ્ટના અંત સુધીમાં ૧૩,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય ટાળી દીધો છે. સામાન્ય રીતે એજન્સીને ફી દ્વારા જ વધારે ફંડ મળતું હતું.
- Nilesh Patel