Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના એરપોર્ટ પર ઉડાન ભર્યા બાદ તુરંત જ વિમાનમાં આગ લાગતા ખળભળાટ…

USA : અમેરિકાના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શનિવારના રોજ યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ ૩૨૮એ ઉડાન ભરતા જ કોઇએ વિચાર્યું નહીં હોય કે થોડીક જ મિનિટોમાં એક ખોફનાક દ્રશ્યો સામે આવશે. ઉડાન ભર્યાની થોડીક જ સેકન્ડ બાદ ફ્લાઇટનું એક એન્જિન ફેલ થઇ ગયું અને આગની ઝપટની સાથે સળગવા લાગ્યું. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો સામે આવ્યો છે તેને જોઇએ રૂંવાડા ઉભા થઇ જશે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ કહ્યું કે હોનોલૂલી જઇ રહેલ બોઇંગ ૭૭૭ વિમાન ટેકઓફ બાદ તરત જ એક એન્જિન ફેલ થવાના લીધે પાછું ફર્યું. ઉડાન બાદ એન્જિન ફેલ થવાથી તેમાં આગ લાગી હતી તેનો એક વીડિયો એક પેસેન્જરે બનાવ્યો. વીડિયોમાં જોઇ શકો છો કે હવામાં જ એન્જિન આગની જ્વાળાઓથી ઘેરાય છે અને તેનો સામાન કેટલોક નીચે પડી રહ્યો છે. આ દ્રશ્ય પોતાનામાં જ ખૂબ જ ડરામણું છે પરંતુ સારી વાત એ રહી કે પ્લેન ઉડ્યાની ૨૦ મિનિટમાં જ તે પાછું લેન્ડ થઇ ગયું અને કોઇને કોઇ નુકસાન થયું નહીં.
એન્જિન ફેલ થયાની માહિતી પાયલટે તરત જ ગ્રાઉન્ડ કંટ્રોલને આપ્યો અને મેયડેનો કોલ પણ આપ્યો. તો પ્લેનનો સામાન આકાશમાંથી પડ્યો અને ડેનવરથી થોડાંક જ માઇલના અંતર સુધી લોકોના ઘરો સુધી પહોંચી ગયો. બ્રૂમફીલ્ડ પોલીસ ડિપાર્ટમેન્ટે તસવીરો શેર કરી છે જેમાં મોટા-મોટા હિસ્સા ઘરોની બહાર પડતા દેખાઇ રહ્યા છે. જો કે તેના લીધે કોઇને ઇજા પહોંચી નહોતી અને આ સામાનને પાછો લઇ જવામાં આવ્યો છે.
આ વિમાનમાં ૧૦ લોકોના ક્રૂની સાથે ૨૩૧ લોકો સવાર હતા. એક પેસેન્જરે કહ્યું કે ઉડાનની થોડીક જ મિનિટો બાદ એક ભયાનક ધડાકો સંભળાયો. તેમણે બારીમાંથી બહાર જોયું તો એન્જિન જ ગાયબ હતું. એ સમયે પ્લેન ૧૦૦૦ ફૂટની ઊંચાઇ પર હતું. સુરક્ષિત લેન્ડિંગ બાદ બધાને નવી ફ્લાઇટથી મોકલવાની વ્યવસ્થા કરાઇ હતી.

  • Naren Patel

Related posts

ઇમરાન ખાનની અમેરિકામાં ફજેતી : ભાષણ વખતે બલૂચિસ્તાનની આઝાદીના નારા લાગ્યા…

Charotar Sandesh

USA : અમેરિકા પ્રવાસ પર PM મોદીનું પ્રભુત્વ અકબંધ

Charotar Sandesh

અમેરિકા આકરા પાણીએઃ ટ્રમ્પે ચીન સાથે વ્યાપાર સમજૂતી માટે સ્પષ્ટ ઇન્કાર કર્યો…

Charotar Sandesh