Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના શિકાગોમાં એક એપાર્ટમેન્ટમાં ગોળીબાર, ૬ ઘાયલ…

ઈજાગ્રસ્તો પૈકી ત્રણની સ્થિતિ ગંભીર…

USA : અમેરિકાના શિકાગોમાં દક્ષિણ ભાગમાં એક એપાર્ટમેન્ટના પરિસરમાં ગોળીબાર કરાયો છે જેને પગલે છ લોકો ઘાયલ થઈ ગયા છે. શુક્રવારે રાતે બનેલી ગોળીબારની ઘટનામાં લોકો એપાર્ટમેન્ટમાં એકત્ર થઈ ગયા હતા. હુમલાખોરની હજી સુધી ધરપકડ થઈ શક નથી.

પોલીસે આપેલી માહિતી મુજબ શિકાગોના એક કોમ્પ્લેક્ષમાં ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં છ લોકો ઘવાયા છે અને એક ૧૪ વર્ષીય તરૂણી, ૧૮ વર્ષનો યુવક તેમજ ૨૩ વર્ષની યુવતીની સ્થિતિ ગંભીર જણાય છે. તરૂણીને તેની પીઠ પર ખભા તેમજ પીઠના નીચેના ભાગે અને પગમાં ઈજા થઈ છે. આ ઉપરાંત યુવતીને પાછળ, ખભે અને પેટમાં ઈજા પહોંચી છે. યુવકને પગના ભાગે વધુ ઈજા થઈ હોવાનું જણાયું છે.

હુમલાખોરે કયા ઈરાદે ફાયરિંગ કર્યું છે તે તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું હતું કે એક ૨૩ વર્ષની યુવતીના હાથમાં હેન્ડગન જોવા મળી હતી પરંતુ તેણે ફાયરિંગ કર્યું હતું તે સ્પષ્ટ થયું નથી. પોલીસ સૂત્રોના મતે પાર્કવે ગાર્ડન્સ હાઉસિંગ કોમ્પ્લેક્ષમાં ગોળીબારની ઘટના ઘટી હતી.

  • Naren Patel

Related posts

આ વિમાનનો ઉપયોગ નાના ઉપગ્રહોને અવકાશમાં લઇ જવા માટે થશે વિશ્વના સૌથી મોટા વિમાને ઉડાન ભરી, અંતરિક્ષમાં રોકેટ લઈ જવા સક્ષમ

Charotar Sandesh

અમેરિકાની સંસદમાં ‘ડ્રીમર્સ એક્ટ’ ખરડો પસાર, ૫ લાખથી વધુ ભારતીયોને થશે ફાયદો…

Charotar Sandesh

અમેરિકા : કેલિફોર્નિયામાં ૨૦૦ વર્ષ પ્રાચિન ગણેશજીની સ્થાપના કરાઈ…

Charotar Sandesh