USA : અમેરિકામાં કોરોના મહામારીને કારણે એક લાખથી વધારે લોકોના મોત થઈ ગયા છે. કોરોનાને કારણે દેશની અર્થવ્યવસ્થામાં પણ સુસ્તી આવી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ,કોરોનાને કારણે અમેરિકામાં અત્યાર સુધી ૪ કરોડ ૪૨ લાખ લોકોએ નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, રાજ્યો અને વ્યવસાયો ફરીથી ખોલવામાં આવ્યા છે પરંતુ કેટલીક ગતિવિધિઓ પર પ્રતિબંધ લાગુ છે જેને કારણે આગામી કેટલીક અઠવાડિયામાં વધારે છટણી થઈ શકે છે. અમેરિકામાં હાલ દરરોજ ૨૦,૦૦૦ નવા કેસ સામે આવી રહ્યા છે. ટેક્સાસ અને નોર્થ કૈરોલિના જેવા રાજ્યોમાં પહેલાની તુલનામાં વધારે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.
- Nilesh Patel