Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોએ ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરી…

વૉશિંગ્ટનમાં ભારતના નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન…

અમેરિકામાં ભારતીય દુતાવાસ બહાર ખાલિસ્તાની ઝંડા લહેરાયા, ભારતીય દૂતાવાસે ગુંડાગર્દી પર નિંદા કરી, લેબર પાર્ટીના સાંસદ તાએવો ઓવાતેમીએ માફી માંગી…

USA : વોશિંગ્ટનમાં ખાલિસ્તાની અલગતાવાદીઓના સભ્યોએ ભારતના નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં સિખ-અમેરિકન યુવાનો દ્વારા આયોજીત વિરોધ પ્રદર્શન દરમ્યાન મહાત્મા ગાંધી ની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું.
ગ્રેટર વોશિંગ્ટન ડીસી ક્ષેત્ર, મેરીલેન્ડ અને વર્જીનિયાની આસપાસના સેંકડો સિખોની સાથો સાથ ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેંસિલ્વેનિયા, ઇંડિયાના , ઓહિયો અને નોર્થ કેરોલિના ના સિખોએ પણ શનિવારના રોજ ભારતીય દૂતાવાસ સુધી કાર રેલી કાઢી હતી. આ બધા પ્રદર્શનકારી ખેડૂતોની સાથે એકજૂથતા વ્યકત કરવા માટે ભેગા થયા હતા.
જો કે શાંતિપૂર્ણ વિરોધ ટૂંક સમયમાં જ અલગતાવાદી સિખો દ્વારા હાઇજેક કરી લેવાયો, જે ભારત વિરોધી પોસ્ટર અને બેનરની સાથે ખાલિસ્તાની ઝંડા લઇ જઇ રહ્યા હતા, જેમાં કહ્યું હતું કે તેઓ ખાલિસ્તાન ગણરાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. વિરોધ પ્રદર્શન દરમ્યાન, ખાલિસ્તાન સમર્થકની યુવા મહાત્મા ગાંધીની પ્રતિમા પર કૂદી પડ્યા અને તેના પર પોસ્ટ ચીપકાવી દીધા. ગ્રૂપ ભારત વિરોધી અને ખાલિસ્તાન સમર્થક નારા લગાવી રહ્યા હતા.
ભારતીય દૂતાવાસ એ પ્રદર્શનકારીઓના રૂપમાં ગુંડાગર્દી કરવા પર શરારતી કૃત્યની નિંદા કરી. એક નિવેદનમાં કહ્યું કે ૧૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ખાલિસ્તાન તત્વો દ્વારા દૂતાવાસની સામે મહાત્મા ગાંધી મેમોરિયલ પ્લાઝામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરી દીધી હતી. દૂતાવાસે પ્રદર્શનકારીઓ તરીકે ગુંડાઓ દ્વારા આ શરારતી કૃત્યની આકરી આલોચના કરી.
દૂતાવાસે જણાવ્યું હતું કે તેમણે અમેરિકન કાયદા પ્રવર્તન એજન્સીઓની સામે એક મજબૂત વિરોધ નોંધાવ્યો છે અને રાજ્યના વિભાગની સાથે આ કેસની પ્રારંભિક તપાસ અને લાગૂ કાયદાની અંતર્ગત દોષિતોની વિરૂદ્ધ કાર્યવાહી માટે પણ આ મામલો ઉઠાવ્યો છે.
ત્યારબાદ અમેરિકામાં લેબર પાર્ટીના સાસંદ તાએવો ઓવાતેમીએ તેમના સમર્થનમાં એક ટ્‌વીટ કરી હતી પરંતુ બહુ જલદી તેમણે આ ટ્‌વીટ બદલ માફી માંગી લીધી. તેમણે કહ્યું કે શીખોના ન્યાય માટે સૂચવવામાં આવેલી ટ્‌વીટને પોસ્ટ કરવા બદલ અનેક લોકોએ મને ઈમેઈલ કર્યો હતો.

  • Nilesh Patel

Related posts

ફિઝિક્સના નોબેલ પુરસ્કાર વિજેતા રોબર્ટ શ્રિફરનું ૮૮ વર્ષે નિધન…

Charotar Sandesh

શ્રીલંકા હુમલાનું કાશ્મીર કનેક્શન સામે આવ્યું, સેના પ્રમુખે કર્યો આ દાવો

Charotar Sandesh

બ્રિટીશ શાહી પરિવારનો સિતારો આથમ્યો, પ્રિન્સ ફિલિપનું ૯૯ વર્ષની ઉંમરે અવસાન…

Charotar Sandesh