Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં પ્રચંડ તનાવ : અશ્વેતના મોત પર વોશિંગ્ટનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ…

મિની પોલીસમાં જયોર્જ ફલોયડની પોલીસ દ્વારા હત્યાથી આખા દેશમાં હિંસક પ્રદર્શનો : હિંસક ભીડ દ્વારા મિડીયાના લોકોને પણ નિશાન બનાવાયા…

હયુસ્ટનમાં આજે જયોર્જ ફલોઈડના અંતિમ સંસ્કાર કરાશે : પ્રદર્શનકારીઓ દ્વારા માસ્ક ન પહેરાતા અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ન થતા કોરોના અમેરિકામાં ફરી ઉથલો મારે તેવી ચિંતા વ્યકત કરતા સ્વાસ્થ્ય તજજ્ઞો…

USA : અમેરિકામાં અશ્વેત જોર્જ ફ્લોયડના મોતનો ભારે વિરોધ થઈ રહ્યો છે. રાજધાની વોશિંગ્ટન ડીસી સહિત 40 શહેરમાં કર્ફ્યુ લગાવાયો છે. રવિવાર રાતે પણ પ્રદર્શનકારીઓએ વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન કર્યું હતું. સુરક્ષાદળોએ ટીયરગેસ છોડવો પડ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ શુક્રવારે વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થોડીવાર માટે અંડર ગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા હતા.

અમેરિકાના મિનેસોટા રાજયના મિનેપોલિસ શહેરમાં પોલીસની કસ્ટડીમાં અશ્વેત ફ્લોયડનું મોત થયા બાદ ૩૦ શહેરમાં પ્રદર્શન થઈ રહ્યું છે. કેટલાક શહેરોમાં તો પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી. લોસ એન્જેલસ, ફિલાડેલ્ફિયા અને એટલાન્ટા સહિત ૧૬ રાજયના ૨૫ શહેરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

ટ્રમ્પે દેખાવકારોને ચેતવણી આપી છે કે તે અમારી પાસે ખતરનાક કુતરા અને ઘાતક હથિયાર છે. પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં સમગ્ર અમેરિકામાંથી ૧૪૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસ દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલા લોકો પૈકી ૮૦ ટકા મિનેપોલિસમાંથી છે. મિનેપોલિસમાં ગુરૂવારે બપોરથી શનિવાર બપોર સુધી હિંસા, ચોરી, સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપ હેઠળ ૫૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકી ૪૩ લોકો મિનેપોલિસમાંથી હતા. દરમિયાન ફિલાડેલ્ફિયામાં ૧૩ પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ કમિશ્નર ડેનિયલ આઉટલોના જણાવ્યા પ્રમાણે વિરોધ પ્રદર્શનકારીઓએ પોલીસની ૪ ગાડીને આગ લગાવી દીધી હતી. આ સમયે ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ન્યુયોર્કમાં પ્રદર્શનકારીઓએ પોલીસના અનેક વાહનોમાં આગ લગાડી હતી. પોલીસે અનેક લોકોની ધરપકડ કરેલ. એટલાંટા, લોસ એન્જલીસ, ફિલોડેલ્ફીયા, ડેનવર, સિનસિનાટી, પોર્ટલેન્ડ, ઓરેગન, લુઈસવિલે, કેંટકી સહીત ઘણા મુખ્ય શહેરોમાં કફર્યુ હોવા છતા રાતભર હિંસક ઘટનાઓ બની હતી. સાલ્ટ લેક સીટીમાં એક વ્યકિતએ પ્રદર્શનકારીઓ ઉપર ધનુષથી તીર છોડતા જેના જવાબમાં ભીડ દ્વારા તે વ્યકિત ઉપર હુમલો કરેલ. લોન્સ એજંલીસની ગલીઓમાં આગજનીના બનાવો બનેલ. પ્રદર્શનકારીઓએ ઉત્તરી કૈરોલીનામાં અમેરીકાના ઝંડાને તોડી નાખેલ. ઈન્ડીયાના સતત બીજા દિવસે પ્રદર્શનકારીઓ દ્વારા ઈમારતોને ક્ષતીગ્રસ્ત કરવા અને ઓફીસોને આગને હવાલે કરેલ. અહીં પ્રદર્શન દરમિયાન ફાયરીંગમાં એક વ્યકિતનું મોત થતા પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.

અમેરિકામાં એક બ્લેક નાગરિક જયોર્જ ફલોયડની પોલીસ કસ્ટડીમાં મોત બાદ ભડકી ઉઠેલી હિંસામાં તોફાનો વ્હાઈટ હાઉસની નજીક પહોચતા જ અહી કર્ફયુ જેવી સ્થિતિ સર્જી દેવાયા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષિત રાખવા માટે બંકરમાં મોકલી અપાયા હતા અને લગભગ એક કલાક તેઓ બંકરમાં રહ્યા બાદ ફરી વ્હાઈટ હાઉસમાં પરત આવી ગયા હતા. પ્રમુખની સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને તેના પુત્રને પણ બંકરમાં લઈ જવાયા હતા. અમેરિકામાં પ્રમુખની સુરક્ષાના કાનૂન મુજબ વ્હાઈટ હાઉસની નજીક જ જે રીતે તોફાનીઓ વધતા જતા હતા અને આગજની થતી હતી તેથી વ્હાઈટ હાઉસમાં ખતરાની લાલ લાઈટ બની હતી અને તુર્ત જ રાષ્ટ્રપતિ અને તેના કુટુંબ તથા મહત્વના લોકોને અત્યંત સુરક્ષિત બંકરમાં ખસેડવામાં આવે છે અને પ્રમુખ ત્યાંથી દેશનું સંચાલન કરી શકે છે. જો જમીન પર ખતરો વધે તો પ્રમુખને એરફોર્સ વન કે નૌકાદળના વિશાળ જહાજ ટ્રાવેલ નેવી-વનમાં ખસેડાયા છે અને પ્રમુખની સુરક્ષા માટે સબમરીન પણ હોય છે.

  • Nilesh Patel

Related posts

અમેરિકન સંસદમાં હિંસા : સેનેટે ટ્રમ્પને આપી ક્લીન ચીટ…

Charotar Sandesh

ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રી સૈનીની તબિયત અચાનક લથડતા હોસ્પિટલમાં દાખલ…

Charotar Sandesh

અડધી દુનિયા ઉપર કોરોનાનો ખોફ : ૮૨ દેશોમાં ૮૩,૦૨૦ કેસો, ૩૨૦૧ મોત…

Charotar Sandesh