અમેરિકામાં કોરોના કેસનો આંકડો ૨ કરોડને પાર…
USA : કોરોના વાયરસના કારણે અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા મૃત્યુંના આંકડાએ અત્યાર સુધીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. એક મળતા રિપોર્ટ મુજબ અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૦૦ વધારે મૃત્યું થયા છે. અમેરિકામાં કોવિડ-૧૯ના કારણે એક દિવસમાં થયેલા મૃત્યુનો આંકડો અત્યાર સુધીનો સૌથી વધારે મોટો આંકડો છે.
અમેરિકામાં કોરોનાના કેસનો આંકડો કુલ ૨ કરોડ કરતા ઉપર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં કોરોનાના ૨.૩૪ લાખ નવા કેસ સામે આવ્યાં છે. ત્યારે ભારતમાં આ મહામારીની ઝપેટમાં અત્યાર સુધીમાં ૧.૦૨ કરોડ લોકો આવી ચૂકયા છે. જેમાં ૨.૫૭ લાખ કેસ એક્ટિવ છે. તે સિવાય ૯૮.૬૦ લાખ લોકો આ મહામારી સામે જંગ જીતી ચૂક્યાં છે.
દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા ૮.૩૦ કરોડથી વધુ થઇ ચૂકી છે. પ.૮૮ કરોડથી વધુ લોકો રિકવર થઇ ચૂક્યા છે. અત્યાર સુધી ૧૮.૧૦ લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અમેરિકાના વાઇરલ ડિસીઝ એક્સ્પર્ટ ડોક્ટર એન્થોની ફોસીએ કહ્યું કે જો દેશમાં વેક્સિનેશન યોગ્ય રીતે થયું તો આવતા વર્ષના અંતમાં પરિસ્થિતિ પહેલાં જેવી નોર્મલ થઇ જશે. બીજી બાજુ બેલ્જિયમે બહારથી આવતા લોકો માટે બે દિવસનું ક્વોરન્ટાઇન ફરજિયાત કરી દીધું છે.
- Naren Patel