USA : અમેરિકામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે અમેરિકામાં ૨૧,૭૧૨ કેસ સામે આવ્યા હતા અને ૧,૭૭૨ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થઈ ગયા હતા. એક દિવસ અગાઉ અમેરિકામાં કોરોના વાયરસના ૨૨,૮૦૨ નવા કેસ નેંધાયા હતા અને ૧૬૩૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ગુરુવારે સવારે વધીને ૧૪ લાખ ૩૦ હજાર ૩૪૮ પહોંચી ગઈ હતી. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાને કારણે ૮૫,૧૯૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે ત્રણ લાખ લોકો સાજા થઈ ગયા છે.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં કોરોનાના સૌથી વધારે ૩,૫૦,૮૪૮ કેસ નોંધાયા છે. માત્ર ન્યૂયોર્કમાં જ ૨૭,૨૯૦ લોકોના મો થયા છે. ત્યારબાદ ન્યૂ જર્સીમાં ૧,૪૨,૮૬૧ કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી ૯,૭૨૭ લોકોના મોત થયા છે.
- Naren Patel