Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા ભારતને ૧૫.૫૦ કરોડ ડોલરની મિસાઇલો-ટોરપીડો આપશે…

ભારતે ગત અઠવાડિયે કોરોના સંકટમાં અમેરિકાની મદદ કરી હતી…

USA : કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતે ગત અઠવાડિયે અમેરિકાની મદદ કરી હતી. જે મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ત્યારે આ મામલે કહ્યું હતું કે ભારતની આ મદદ અમને યાદ રહેશે. ત્યારે હવે તેની અસર દેખાતી શરૂ થઈ છે. સોમવારે ટ્રમ્પ પ્રશાસને અમેરિકી સંસદને સૂચના આપી કે તે ભારતને ૧૫૫ મિલિયન ડોલરમાં હારપૂન બ્લોક-૨ એયર લોન્ટ મિસાઈલ અને ટોરપીડો આપશે.

હારપૂન મિસાઈલનું નિર્માણ બોઈંગ દ્વારા કરવામાં આવશે. ટોરપીડોને રેથિયોન કંપની દ્વારા આપવામાં આવશે. આ મામલે પેંટાગન તરફથી એવો સંદેશ મળ્યો છે, કે અમેરિકા અને ભારત લાંબા સમયથી સારા મિત્રો રહ્યા છેપઅને સુરક્ષાની દ્રષ્ટીએ પણ બંને દેશોની મિત્રતા આગળ વધશે.

અમેરિકાના રક્ષા વિભાગ દ્વારા જાણકારી મળી છે કે ભારત સરકારે આ મામલે અપીલ કરી હતી અને અમેરિકાએ તે અપીલ સ્વિકારી લીધી છે. હારપૂન મિસાઈલ સિસ્ટમની મદદથી સમુદ્રી ક્ષેત્રોમાં સુરક્ષા વધી જશે. ભારત આ મિસાઈલનો ઉપયોગ સંકટ સમયે કરી શકશે. સાથેજ અમેરિકા ભારતને સમર્થન પણ આપતું રહેશે.

  • Nilesh Patel

Related posts

અમેરિકાના ન્યુજર્સીની ખેડૂતે ગાયોને વિરાટ કદનાં ક્રિસમસ-સ્વેટર્સ પહેરાવ્યાં…

Charotar Sandesh

‘બિઝનેસમેન ઓફ ધ ઇયર” : ઇન્ડિયન અમેરિકન યુવાન આકાશ પટેલને યુ.એસ. ચેમ્બર ઓફ કોમર્સનું બિરૂદ…

Charotar Sandesh

વિશ્વ આરોગ્ય સંસ્થા ૩૦ દિવસમાં નિર્ણય કરે નહીં તો હંમેશા માટે ફન્ડિંગ બંધ : ટ્રમ્પ

Charotar Sandesh