વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૧ કરોડ ૫૩ લાખને પાર…
USA : વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧ કરોડ ૫૩ લાખ ૮૨ હજાર કેસ નોંધાયા છે. જેમા ૬.૩૦ લાખ લોકોના મોત થયા છે. ૯૩.૫૬ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાએ ૧૦૦ કરોડ વેક્સીન ખરીદવા માટે બે કંપનીઓ સાથે ૨ બિલિયન ડોલર (લગભગ ૧૪૯૨ હજાર કરોડ રૂપિયા)નો કરાર કર્યો છે. આ બે કંપની અમેરિકાની ફાઈઝર અને જર્મનીની બાયોએનટેક છે. આ બન્ને કંપની સાથે મળીને વેક્સીન તૈયાર કરી રહી છે. તે અત્યાર સુધીનો સૌથી મોટી ડીલ છે. આ પહેલા બ્રિટને ફાઈઝર અને બે બીજી કંપની સાથે ૯૦ કરોડ વેક્સીન ખરીદવાનો કરાર કર્યો હતો. અમેરિકામાં અત્યાર સુધીમાં ૪૧ લાખ ૧ હજાર કેસ નોંધાયા છે. ૧.૪૬ લાખ લોકોના મોત થયા છે. ૧૯.૪૩ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
આર્જેન્ટીનામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ હજાર ૭૮૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે અહીં સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૪૧ હજાર ૯૦૦ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી હતી. દેશમાં છેલ્લા એક કલાકમાં ૯૮ લોકોના મોત થયા છે આ સાથે મોતનો આંકડો ૨૫૮૮ થયો છે.
- Naren Patel