હોલી ગીતોની રમઝટ, હોલી પૂજન, હોલિકા દહન તથા અબીલ ગુલાલના છંટકાવ સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી…
USA : શ્રીનાથજી હવેલી અર્વાઈન ખાતે હોલી -ધુળેટી નિમિત્તે હોલીકા દહન કરી હોલી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
અર્વાઈન ની શ્રીનાથજી હવેલી ખાતે આસપાસનાં શહેરો જેવાં એ અર્વાઈન, ટસ્ટીન, શાંતા અન્ના, એનાહિમ, ફાઉન્ટન વેલી, લગુના નીગેલ, સેન ક્લેમેન્ટી તથા મિશન વિજો વગેરે માં વસતાં વૈષ્ણવો છેલ્લા એક માસથી દર રવિવારે ‘ હોલી કે રસિયા’ (હોલી ગીત ) ની મજા માણતા હતા.
હવેલીના મુખ્યાજી પંકજજી વ્યાસ તથા મુખ્યાણીજી શ્રીમતિ નેહાબેન વ્યાસના મધુર કંઠે હોલી ગીતો સાથે વૈષ્ણવો નાચી ઉઠે છે અને છેલ્લા ત્રણ દિવસથી રવિવારે ૮ માર્ચ સુધી રોજ હોલીગીતોની રમઝટ ચાલી હતી. તથા સોમવાર તા. ૯ મી માર્ચ ના રોજ હવેલી ખાતે હોલીકા પૂજન અને હોલીકા દહન નો કાર્યક્રમમાં સોમવાર હોવા છતાં સાંજના સમયે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહી હોલી પૂજન વિધિમાં ભાગ લીધો હતો અને હોલીકા દહન બાદ વૈષ્ણવો એક બીજાને અબીલ-ગુલાલનો છંટકાવ કરી આનંદ માણ્યો હતો. તેમજ મંગળવારના તા. ૧૦ માર્ચ ના રોજ સવારના ૧૦ થી ૧ સુધી દોલ ઉત્સવ નિમિત્તે પણ ખુબજ પ્રમાણમાં વૈષ્ણવો ની હાજરી નોંધપાત્ર હતી. આમ આખા માસથી ચાલતી હોલી ઉત્સવની ઉજવણી છેલ્લા ત્રણ દિવસો માં ખૂબજ ધામધૂમથી ઉજવાઈ હતી.
- Yash Patel