Charotar Sandesh
વર્લ્ડ

અમે કોરોનાની વેક્સીન બનાવી લીધી છે : જોનસન એન્ડ જોનસનનો દાવો…

સપ્ટેમ્બરમાં માણસો પર ટ્રાયલ શરૂ કરાશે…

USA : વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સારવારની શોધ સાથે જોડાયેલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીએ આશા જગાડી છે. કંપનીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સારવારને લઈ એક મોટો દાવો કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીએ કહ્યું કે વાયરસની સારવાર માટે સંભાવિત વેક્સિનની ઓળખ કરવામાં આવી છે. જેનું ટેસ્ટિંગ સપ્ટેમ્બરમાં મનુષ્યો પર કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે આગામી વર્ષની શરૂઆતમાં ઇમરજન્સી યુઝ માટે પણ ઉપલબ્ધ થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે સોમવારે કંપનીએ તેના નિવેદનમાં કહ્યું કે ફાર્માસ્યુટિકલ કંપનીએ યુએસ સરકારની બાયોમેડિકલ એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે આ કોશિશમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે.

જ્હોનસન એન્ડ જ્હોનસને જાન્યુઆરીમાં એડી૨૬ સાર્સ-સીઓવી-૨ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. જેના પર અત્યાર સુધી તપાસ ચાલી રહી છે. આ રસી માટે ઇબોલા માટે સંભવિત રસી વિકસાવવા માટેની તકનીકનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. જો કે, અત્યાર સુધી કોરોના વાયરસ પરિવારથી સંબંધિત કોઈ અન્ય પર વાયરસ માટે સફળ માનવીય રસી બની શકી નથી. પરંતુ કંપનીના મુખ્ય વિજ્ઞાની અધિકારી પોલ સ્ટોફેલ્સે વિશ્વાસ દાખવ્યો છે કે જલ્દી આ ઉપલબ્ધિને પ્રાપ્ત કરી લેશે.

  • Naren Patel

Related posts

એટલાન્ટામાં સ્પા સેન્ટરમાં ગોળીબારઃ એશિયન મૂળની ચાર મહિલા સહિત ૮નાં મોત…

Charotar Sandesh

વતનના નાગરિકોની આરોગ્ય સેવાઓ માટે મદદરૂપ થતું AAPI ઓર્ગેનાઇઝેશન…

Charotar Sandesh

બ્રિટન ઓમિક્રોનના કહેરના ભયથી કેટલાક કડક પ્રતિબંધ લગાવી શકે છે

Charotar Sandesh