Charotar Sandesh
ગુજરાત

અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચ્યા : સર્કીટ હાઉસમાં ઈશુદાન ગઢવી વચ્ચે લંબાણ મંત્રણા…

કેજરીવાલના આગમનને પગલે અમદાવાદમાં ઠેર ઠેર બેનર લગાવ્યા છે…
અમદાવાદમાં પૂર્વ પત્રકાર સહિત ૧૦ જેટલા લોકો આપની ટોપી પહેરી શકે છે…
લાખો ખેડૂતો અને સામાન્ય પ્રજાજનોના હૃદયમાં સ્થાન મેળવી ચૂકેલા ઈશુદાન ગઢવી અમદાવાદ ખાતે અરવિંદ કેજરીવાલ સાથે મીટિંગ કરી રહ્યા છે…

બેઠક બાદ બપોરે ૧ર વાગ્યે કેજરીવાલની પત્રકાર પરીષદમાં ઈશુદાન ગઢવી આપ માં જોડાઈ તેવી શક્યતા…

અમદાવાદ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સર્કેટ હાઉસ પહોંચ્યા છે. હવે ટૂંક સમયમાં નવરંગપુરા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી પ્રેસ કોન્ફરન્સ કરશે. કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા. કેજરીવાલના સ્વાગતને લઈને અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો એરપોર્ટ પર ઉપસ્થિત. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારી સહિત ૪૦ જેટલાં કર્મીઓ ગોઠવાયા ગયા હતા. એરપોર્ટ પર કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

સૂત્રો મુજબ કેજરીવાલ સવારે ૧૦.૨૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી સીધા તેઓ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે જશે. જ્યાં કેટલાક નેતાઓ અને આમ આદમી પાર્ટીમાં જોડાનારા કાર્યકરો સાથે બેઠક કરી શકે છે. બાદમાં તેઓ વલ્લભ સદન ખાતે પત્રકાર પરિષદ કરવામાં આવશે. જ્યાં આમ આદમી પાર્ટીમાં પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી અને બાકી ૧૦ લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાય એવી શક્યતા છે. બપોરે નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

Related posts

શંકરસિંહનો BJP પર આક્ષેપ- ગોધરાની જેમ પુલવામા પણ BJPનું ષડયંત્ર

Charotar Sandesh

રાજ્યના ૭૭ આઇએએસ અધિકારીઓની સાગમટે બદલી : વહીવટી માળખામાં ફેરફાર…

Charotar Sandesh

પુરગ્રસ્ત વિસ્તારો માટે નવા સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલની સંવેદના

Charotar Sandesh