Charotar Sandesh
ઈન્ડિયા

અર્થતંત્રને વધુ એક બૂસ્ટર ડોઝ : રેપો રેટમાં ૪૦ બેસિસ પોઈન્ટ્‌સનો ઘટાડો…

કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે આરબીઆઇની મોટી રાહત…

* લોન સસ્તી થશે,૪૦ બેસિસ પોઇન્ટના ઘટાડા બાદ રેપો રેટ ઘટીને ૪ ટકા થયો જ્યારે રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર યથાવત્‌, ઓગષ્ટ સુધી મોરેટોરીયમને લંબાવવા નિર્ણય, લોન લેનારાને રાહત,વધુ ૩ મહિના હપ્તામાફી,બેંકોને મોટો ફટકો પડશે, લોન બાદ હવે હપ્તા માટે પણ જોવી પડશે રાહ
* એકસપોર્ટ ક્રેડિટનો સમય ૧ વર્ષથી વધારી ૧૫ માસ કરવામાં આવ્યો, ૨૦૨૦-૨૧ના પ્રથમ છ મહિના જીડીપી ગ્રોથ નેગેટીવ રહેવાનું અનુમાન, લોકડાઉનના કારણે મોંઘવારી વધવાના એંધાણ, દાળના ભાવમાં ઉછાળો ચિંતાજનકઃ આરબીઆઇ ગવર્નર

મુંબઇ : દેશમાં ભયાનક કોરોના મહામારી અને સતત ૫૬ દિવસના રાષ્ટ્રીય લોકડાઉનને પગલે અર્થતંત્રને થયેલા ભારે નુકસાન સામે રાહત આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ૨૦ લાખ કરોડના આત્મનિર્ભર આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. હવે કરોડો બેંક લોનધારકોને રાહત સમાન મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ) દ્વારા રેપોરેટ અને રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસને પગલે બેકફૂટ પર આવી ગયેલા દેશના અર્થતંત્રને વધુ એક બૂસ્ટર ડોઝ સમાન રેપો રેટમાં ૪૦ બેસિસ પોઈન્ટ્‌સનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સાથે હવે રેપો રેટ ૪% થઈ ગયો છે અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા થયો છે.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે મોનિટરી પોલીસીની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે ૪૦ બેસિસ પોઇન્ટ્‌સના ઘટાડા બાદ આ સાથે હવે રેપો રેટ ૪% થઈ ગયો છે અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા થયો છે. કોરોના લોકડાઉન બાદ RBIએ ત્રીજી વાર રાહતની જાહેરાત કરી છે. સૌથી પહેલા ૨૭ માર્ચ અને બાદમાં ૧૭ એપ્રિલે પણ મધ્યસ્થ બેન્કે અનેક રાહતોની જાહેરાત કરી હતી. મધ્યસ્થ બેન્કે તેમાં EMI મોરેટોરિયમ જેવા મોટા નિર્ણયો કર્યા હતા. બીજી વાર મધ્યસ્થ બેન્કે NABARD, SIDBI અને NHBમ્ને ૫૦ હજાર કરોડ રૂપિયાના રિફાઈનાન્સિંગની જોગવાઈ કરી હતી. RBIના ગવર્નર શક્તિકાંતા દાસે લોન મોરેટિયમનો સમયગાળો વધુ ૩ માસ એટલે કે ૩૧ ઓગસ્ટ સુધી લંબાવ્યો હતો.

જોકે આર્થિક બાબતોના નિષ્ણાંતોના મતે, આ જાહેરાત બાદ બેંકોને મોટો ફટકો પડ્યો છે. કેમ કે લોનરૂપે આપેલી પોતાની મૂડી પછી મેળવવા જહેમત કરી રહેલ બેંકોએ હવે EMI-હપ્તા બાબતે પણ નુકશાન સહન કરવાનો વારો આવી શકે. સતત બે મહીનાના લોકડાઉનથી દેશમાં આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.
શક્તિકાંતા દાસે વિવિધ બેંકોમાંથી લોન લેનાર લોનધારકોને રાહત આપતા વધુ ત્રણ માસ લોન-EMI ચૂકવવા માટે સમય આપ્યો હતો. આ અગાઉ લોકડાઉનની શરૂઆતમાં તેઓએ પત્રકાર પરિષદ યોજીને લોકડાઉનના સમયગાળા દરમિયાન લોનધારકોને રાહત આપવા માટે ૧લી માર્ચથી ૩૧મી મે, ૨૦૨૦ સુધી તમામ લોનના હપ્તાની ચૂકવણીમાં રાહત આપી હતી. આજે જાહેર થયા મુજબ રિઝર્વ બેંકે લોન મોરેટોરિયમને વધુ ૩ મહિના માટે લંબાવ્યું છે. હવે લોનધારકોએ EMI ચૂકવવા માટે વધુ ત્રણ મહિના એટલે કે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી રાહત મળી છે. જો કે વ્યાજમાં રાહત મળી નથી. માત્ર તેમને ભપ્તા ભરવાની મુદત લંબાવી આપવામાં આવી છે.

તેમણે કોરોના લોકડાઉનનો ઉલ્લેખ કરીને કહ્યું કે સતત બે મહીનાના લોકડાઉનથી દેશમાં આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. RBI સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. ઈકોનોમિના તમામ ક્ષેત્રો પર અમારી ટીમની નજર છે. ઈન્ડસ્ટ્રીવાળા ટોપ-૬ રાજ્યોના મોટા ભાગના વિસ્તારો રેડ અને ઓરેન્જ ઝોનમાં છે. આ રાજ્યોની ઈન્ડસ્ટ્રીઓનું આર્થિક ગતિવિધિઓમાં ૬૦ ટકા કન્ટ્રીબ્યુશન હોય છે. કોરોનાની અસરને જોતા ૨૦૨૦-૨૧ના પ્રથમ છ મહિનામાં ય્ડ્ઢઁ ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન છે. બીજા છ મહિનામાં કેટલીક તેજી આવી શકે છે.

લૉકડાઉનના કારણે મોંઘવારી વધવાની આશંકા છે. દેશમાં રવિ પાક સારો થયો છે. સારા ચોમાસાથી ખેતીને ઘણી આશા છે. માંગ અને પૂરવઠા વચ્ચે સમતુલન ખોરવાની અર્થ વ્યવસ્થા ખોરંભે ચડી છે. સરકારના પ્રયત્નો અને રિઝર્વ બેંક તરફથી ઉઠાવવામાં આવેલા પગલાની અસર સપ્ટેમ્બર બાદ દેખાવાની શરૂ થશે. ૨૦૨૦-૨૧માં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૯.૨ અબજ ડોલરનો વધારો નોંધાયો. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર અત્યારે ૪૮૭ બિલિયન ડોલરનું છે.
ખરીફની વાવણીમાં ૪૪ ટકાનો વધારો નોંધાયો છે. ખાદ્ય ફુગાવામાં ફરીથી એપ્રિલમાં વધીને ૮.૬ ટકા થઇ ગયો છે. ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની ક્રેડિટ લાઇન એક્ઝિમ બેન્કને આપવામાં આવશે.

રિઝર્વ બેન્કના નિયમ મુજબ ઋણની જવાબદારીની ચૂકવણીમાં નિષ્ફળ રહેવાનો મતલબ એ છે કે આ લોન નોન પર્ફોર્મિંગ એસેટ્‌સ બની શકે છે. રિપોર્ટમાં રિઝર્વ બેન્કને વધારે ઉદાર વલણ અપનાવવા જણાવ્યુ છે.

Related posts

પાક.ની નફ્ફટાઇ : ૨૦૦૦થી વધુ સૈનિકોને પૂંછ સરહદે ખડક્યા…

Charotar Sandesh

સતીશ કુંભાણી ભાગેડું જાહેર બિટકોઇન કૌભાંડઃ દિવ્યેજ દરજીને અંતે જામીન મળ્યા

Charotar Sandesh

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ‘ફિટ ઇન્ડિયા પ્લોગિંગ રન’ યોજાશે…

Charotar Sandesh