Charotar Sandesh
સ્પોર્ટ્સ

અશ્વિનને વ્હાઇટ બોલ યાદ આવતા વાસિમ અક્રમનો વિડીયો કર્યો શેર…

ન્યુ દિલ્હી : ભારતીય દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન લાંબા સમય થી મર્યાદિત ઓવરની ક્રિકેટ થી દુર છે. ટીમ ઇન્ડીયા વતી તે વ્હાઇટ બોલ ક્રિકેટ સાથે લાંબા સમય થી ફેનને મેદાનમાં જોવા મળ્યો નથી. આઇપીએલ ૨૦૨૧માં પણ દિલ્હી કેપિટલ્સ વતી થી રમી રહ્યો હતો. પંરંતુ તેમના પરિવારમાં કેટલાક સદસ્યો કોરોનામાં સપડાઇ જવાને લઇને આઇપીએલ ૨૦૨૧ થી બ્રેક લીધો હતો. હાલમાં અશ્વિને ટ્‌વીટર પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વાસિમ અક્રમ બોલીંગ કરતો નજર આવી રહ્યો છે. જે રિવર્સ સ્વિંગ કરાવતો જોવા મળી રહ્યો છે.
અશ્વિન એ ટ્‌વીટર વિડીયોને શેર કરતા લખ્યુ, હેલો વ્હાઇટ બોલ, આજકાલ ક્યાં છે ? આ ૪૪ મી ઓવર છે અને કિંગ વાસિમ અક્રમની રિવર્સ સ્વિંગ શાનદાર છે. આ વિડીયો જૂનો છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ વન ડે મેચ રમાઇ રહી છે. પોતાની રિવર્સ સ્વીંગ બોલીંગ માટે જાણીતા વાસિમ અક્રમ ઇનીંગની ૪૪ મી ઓવરમાં શાનદાર રીતે રિવર્સ સ્વિંગ કરાવી રહ્યો છે. બેટ્‌સમેનો પાસે તેમની રિવર્સ સ્વિંગ નો કોઇ જવાબ નજર નથી આવી રહ્યો છે.
જુલાઇ ૨૦૧૭ દરમ્યાન ૩૪ વર્ષીય અશ્વિન એ ભારત તરફ થી આખરી વાર મર્યાદીત ઓવરની મેચ રમી હતી. અશ્વિન એ આ વર્ષે એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યુ હતુ કે, તમારે પોતાના થી પ્રતિસ્પર્ધા કરવાની જરુર છે. મે નિશ્વિત રુપ થી સંતુલન કર્યુ છે અને જીવનમાં ઘણું બધુ શિખ્યુ છે. જ્યારે પણ વન ડે અથવા ટી૨૦ ટીમમાં વાપસી માટે પુછવામાં આવે છે, તો મને લાગે છે કે તે સવાલ હસવાને યોગ્ય છે.
ટી૨૦ આંતરરાષ્ટ્રીય ની વાત કરવામાં આવે તો, અશ્વિન ભારત માટે સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં ત્રીજા સ્થાન પર છે. અશ્વિને ૪૬ ટી૨૦ મેચમાં ૫૨ વિકેટ ઝડપી છે. જો વન ડેની વાત કરવામાં આવે તો, ૧૧૧ વન ડે વિકેટ ધરાવે છે, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તે ૪૦૦ થી વધારે વિકેટ ધરાવે છે.

Related posts

શમીએ બુમરાહની ટીકા કરનારની ઝાટકણી કાઢી…

Charotar Sandesh

હાર્દિક અને કૃણાલ પંડ્યાની ૯ વર્ષ જૂની તસવીર સામે આવતા શ્રેયસ ઐયરે કહ્યા ’કરણ-અર્જુન’

Charotar Sandesh

આઇપીએલમાં વીવો કંપની પોતાના રાઇટ્‌સને ટ્રાન્સફર કરે તેવી શક્યતા…

Charotar Sandesh