Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આંકલાવ બ્લોકમાં ક્લસ્ટર કક્ષાએ સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ નંબરે આવનાર શિક્ષકોને સન્માનિત કરાયા…

પ્રથમ નંબરે આવનાર તમામ શિક્ષકોને સ્વાતંત્ર્ય દિને શિક્ષણ સચિવના હસ્તાક્ષર યુક્ત પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા…

આણંદ : શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલ તમામ શાળાઓમાં કામ કરતા શિક્ષકો માટે સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ક્લસ્ટર કક્ષાએ એક શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવાનું અમલમાં મુકવાના આવેલ છે. જે અનુસંધાને આજરોજ આંકલાવ બ્લોકમાં સમાવિષ્ટ કુલ ૯ ક્લસ્ટરમાંથી ક્લસ્ટર દીઠ ત્રણ શિક્ષકોનો ડેટા કમાન્ડ એન્ડ કંટ્રોલમાં મોકલવામાં આવેલ જેમાંથી ૮ ક્લસ્ટરના ડેટા આવેલ જેમાં પ્રથમ નંબરે આવનાર તમામ શિક્ષકોને સ્વાતંત્ર્યદિને શિક્ષણ સચિવના હસ્તાક્ષર યુક્ત પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ શિક્ષકોને આંકલાવ બ્લોક વતી બીઆરસીસી આંકલાવ તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ.

જેમાં (૧) મયુરિબેન સોલંકી – મુશી ભવાનીપુરા પ્રા.શાળા સીઆરસી ખડોલ(હ). (ર) પિંકલબેન પટેલ – મ.શિ. પ્રા.શાળા ભાણપુરા સીઆરસી ભેટાસી (૩) હિમાક્ષીબેન મકવાણા – મુ.શિ. છાશરિયાપુરા અંબાવ સીઆરસી આસોદર. (૪) ઘનશ્યામભાઈ પઢીયાર – મ.શિ. મુખ્ય કુમાર શાળા આંકલાવ સીઆરસી આંકલાવ મુખ્ય. (પ) રાજેન્દ્રભાઇ પ્રજાપતિ – મ.શિ. રાધેશ્યામપુરા અંબાલી. સીઆરસી અંબાલી. (૬) વનીતાબેન શાહ – મ.શિ. આસરમા સીઆરસી ઉમેટા. (૭) ઘનશ્યામભાઈ પરમાર – મ.શિ. બામણગામ કન્યા શાળા સીઆરસી બામણગામ તેમજ (૮) અશોકભાઈ પરમાર – મુ.શિ. મહાદેવપુરા બીલપાડ સીઆરસી નવાખલ નાઓને સ્વાતંત્ર્ય દિને સન્માનિત કરવામાં આવેલ હતા.

  • Jignesh Patel, Anand

Related posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આણંદ-ખેડા જીલ્લામાં પોલીસનું વાહન ચેકિંગ અને સઘન પેટ્રોલિંગ શરૂ…

Charotar Sandesh

સર્વ સમાજ સેના દ્વારા પ્રથમ સમુહ લગ્નઉત્સવ અડાસ ખાતે યોજાયો

Charotar Sandesh

વડતાલધામમાં ૨૧૯મો મંત્ર પ્રાગટ્ય ઊત્સવ ઊજવાયો…

Charotar Sandesh