આણંદ જિલ્લામાં આજથી ૬૭૪ દુકાનો ઉપર તબ્બક્કા વાર વિતરણ…
૧૦ કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1-1 કિલો દાળ, ખાંડ, મીઠું તદ્દન નિઃશુલ્ક અપાશે : APL-1 કાર્ડ હોલ્ડર માટે આવી યોજના…
આણંદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતના દરેક એ.પી.એલ ધારકોને સસ્તા અનાજ વિતરણ નો લાભ મળવો જોઈએ એવી કડક માંગ ના પરિણામ સ્વરૂપે સરકાર દ્વારા આજ થી સસ્તા અનાજની દુકાનો પરથી એ.પી.એલ ધારકોને અનાજ મળવાની શરૂઆત થઈ છે.
જેને લઈ આંકલાવના સન્માનીય ધારાસભ્ય અમિતભાઇ ચાવડા દ્વારા આંકલાવ વિધાનસભા વિસ્તારના વિવિધ ગામોમાં આવેલ સસ્તા અનાજની દુકાનો પર જઈ અનાજ વિતરણ વ્યવસ્થા પારદર્શી રીતે થાય અને અનાજ નો જથ્થો જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે એ હેતુથી સસ્તા અનાજની દુકાનો પર રૂબરૂ નિરીક્ષણ કર્યુ હતું.
આણંદ જિલ્લાના APL-1 કાર્ડધારકોને 13 એપ્રિલથી કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે.તાજેતરમાં રાજ્ય સરકાર અને મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ ખૂબજ સંવેદનશીલ નિર્ણય લઈને રાજ્યના આવા APL-1 કાર્ડ ધરાવતા 60 લાખ પરિવારોના અંદાજે 2.50 થી 3 કરોડ લોકોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી મોટી રાહત આપી છે ઉલ્લેખનીય છે કે, APL કાર્ડ ધારકો માટે આવી યોજના જાહેર કરનારું ગુજરાત દેશ નું પ્રથમ રાજ્ય બન્યું છે.
- Jignesh Patel, Anand