Charotar Sandesh
ગુજરાત

આંદોલનકારી પ્રવિણ રામ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાયા…

જૂનાગઢ : વર્ષ ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ સંગઠનને મજબૂત બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. સમાજમાં અલગ અલગ ક્ષેત્રમાં નામના મેળવનારાઓને પાર્ટીમાં સ્થાન આપી આપ સતત વિસ્તાર કરી રહી છે. આંદોલનકારી પ્રવીણ રામે સત્તાવાર રીતે આજે જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. બે દિવસ પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે બેઠક કર્યા બાદ આજે જૂનાગઢમાં સ્થાનિક નેતાઓ ગોપાલ ઇટાલિયા સહિતનાની હાજરીમાં પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આ તકે પ્રવીણ રામે કહેલ કે, ગુજરાતમાં ૨૦૨૨ માં આ ભ્રષ્ટ સરકારની જગ્યાએ શિક્ષિત અને ઈમાનદાર સરકાર બનાવવાનો પ્રયત્ન રહેશે. આગામી દિવસોમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીને મજબુત બનાવવા કામ કરીશ. અમને સરકારની કેટલીક નીતિઓ સામે વાંધો છે.રાજ્યમાં ગરીબ વર્ગના લોકો આવી નીતિઓથી ત્રસ્ત થઈ થાકી ગયા છે. જેથી આ અન્યાય સામે અવાજ ઉઠાવતો આવ્યો છું અને આગળ પણ ઉઠાવતો રહીશ.
રામે કહ્યું કે, મારો રાજકારણમાં પ્રવેશ ઘણાને ગમશે નહીં પરંતુ હું તમામ તૈયારી સાથે નીકળો છું. ૨૦૨૨ માં ગુજરાતમાં લોકો માટે કામ કરનારી આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા પ્રયત્ન કરીશ.અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી અનેકવાર પ્રવીણ રામ રાજકીય પાર્ટીમાં જોડાવાના છે તેવી ચર્ચા ઉઠતી હતી. દરમ્યાન આજે પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાતા આ ચર્ચાનો અંત આવ્યો છે.

Related posts

૧૫ ડિસેમ્બરના રોજ વડાપ્રધાન ધોરડો ખાતેથી ૧૦૦ એમએલડી ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે…

Charotar Sandesh

તલાટીની પરીક્ષા અંગે સમાચાર : કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ, આ તારીખે યોજાશે પરીક્ષા

Charotar Sandesh

વડોદરામાં બે દિવસમાં પાણીપુરીના ૧૯૦ વિક્રેતાને ત્યાં ફૂડ વિભાગના દરોડા

Charotar Sandesh