Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇસીસીએ સ્પાઇડર મેનનો ફોટો શેર કરી પંતને સ્પાઇડર મેન કહ્યો…

દુબઇ : ભારતીય વિકેટકીપર ઋષભ પંતને બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન સ્પાઇડર મેન-સ્પાઇડર મેન ગીત ગાતા સાંભળવામાં આવ્યો હતો. આ પછી તેણે ૮૯ રનની અણનમ ઇનિંગ્સ રમીને મેચ પણ જિતાડી હતી. આના પર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ સ્પાઇડર મેનના ડ્રેસમાં પંતનો ફોટો શેર કરીને તેને સ્પાઇડર મેન કહ્યો હતો.
આઇસીસીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું – “સ્પાઇડર-પંત, સ્પાઇડર-પંત.” સ્પાઈડર જે કંઈપણ કરી શકે છે. તે સિક્સર ફટકારે છે, કેચ લે છે, ભારતને મેચ જિતાડે છે.
હકીકતમાં, સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેન ટીમ ઈન્ડિયાની બીજી ઇનિંગ્સમાં રવિચંદ્રન અશ્વિનને સ્લેજ કરતા જોવા મળ્યો હતો. જ્યારે પંત શ્રેણીની છેલ્લી અને ચોથી ટેસ્ટમાં ટિમ પેનને ચિડાવતો જોવા મળ્યો હતો. બેટિંગ દરમિયાન પેન સ્ટ્રાઈક પર આવતા જ પંતે ’સ્પાઇડર મેન-સ્પાઇડર મેન તુને ચૂરા મેરે દિલ કા ચેન’ ગીત ગાયું હતું. તેનો અવાજ સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ થયો હતો.

Related posts

વેસ્ટ ઇન્ડિઝે અફઘાનિસ્તાનને ૩-૦થી કચડ્યું, શાઇ હોપની શાનદાર સદી…

Charotar Sandesh

પુરુષોની કોન્ટનેન્ટલ કપ સ્પર્ધામાં પ્રથમવાર મહિલા રેફરીની નિમણુંક

Charotar Sandesh

કુમ્બલેની કેપ્ટન્સીમાં મને ક્યારે મારા સ્થાનની ચિંતા થઈ નહતીઃ ગૌતમ ગંભીર

Charotar Sandesh